અર્જૂન કપૂર છે ઉર્ફી જાવેદનો ક્રશ, જાણો અભિનેતા વિશે કેવી વાત કહી?
- ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં અર્જૂન કપૂર વિશે મજાની વાતો કરી છે. તેણે કહ્યું કે હું તેમને કહી પણ શકતી નથી કે હું તેમના માટે શું વિચારું છું?
24 ઓગસ્ટ, મુંબઈઃ જાણીતી ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના અતરંગી લુક માટે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના સેલિબ્રિટી ક્રશ વિશે ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે અર્જુન કપૂરને ખૂબ જ પસંદ કરે છે અને તેના વિશે મનમાં હંમેશા વિચારતી રહે છે. આ ઈન્ટરવ્યુ બાદ લોકો કહી રહ્યા છે કે મલાઈકાનો એક્સ બોયફ્રેન્ડ અર્જૂન કપૂર ઉર્ફીનો ક્રશ બની ચૂક્યો છે.
ઉર્ફી જાવેદે તેના ક્રશનો ખુલાસો કર્યો
ઉર્ફી જાવેદે એક ઈન્ટરવ્યુમાં પોતાના સેલિબ્રિટી ક્રશને લઈને ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તે લાંબા સમયથી અર્જુન કપૂરની મોટી ફેન રહી છે. તેણે માત્ર તેની અભિનય કારકિર્દી દ્વારા જ નહીં, પરંતુ તેના ડાઉન ટુ અર્થ સ્વભાવ અને સેન્સ ઓફ હ્યૂમરના કારણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ છાપ છોડી છે. એક ક્ષણને યાદ કરતાં અભિનેત્રીએ વધુમાં કહ્યું કે એક ક્ષણ એવી હતી જ્યારે હું તેની સામે વાત પણ કરી શકી ન હતી.
હું તેમને કહી શકતી નથી કે…
ઉર્ફીએ કહ્યું કે, મને અર્જુન કપૂર પર બહુ જ ક્રશ છે. હું તેને બે વાર પાર્ટીમાં મળી છું. તેમને જોઈને મારા મોંમાથી શબ્દો પણ નીકળતા નથી, હું તેમના વિષે શું વિચારું છું એ તો તેઓ વિચારી પણ નહીં શકે. તેમને તો એ પણ ખબર નથી કે તેમને જોઈને હું મારા મનમાં શું વિચારુ છું. હું તેમની સાથે વાત કરવા ઈચ્છું છું, પરંતુ જ્યારે હું એક પાર્ટીમાં તેમની સાથે વાત કરવા ગઈ તો ફક્ત એટલું કહી શકી કે શું તમે મારું નામ જાણો છો?
અર્જુન મારો છે એમ કહી લડતા
અભિનેત્રીએ આગળ કહ્યું કે તે તેની બહેન સાથે અર્જૂન કપૂરના નામ પર ખૂબ ઝઘડતી હતી, જ્યારે વર્ષ 2012માં તે બંનેએ ઈશકઝાદે જોયું હતું. અમે બંને અર્જૂન મારો છે એમ કહીને ઝઘડતા રહેતા હતા. જોકે તે ખૂબ ક્યૂર ઝધડો હતો.
આ પણ વાંચોઃ સમજી વિચારીને બોલો, અરશદના જોકર વાળા નિવેદન પર કલ્કિના ડિરેક્ટરે આપ્યો જવાબ