રસ્તા પર ફ્રેન્કી વેચતા 10 વર્ષના બાળકની મદદે આવ્યા અર્જુન કપૂર, શિક્ષણની લીધી જવાબદારી
મુંબઈ, 8 મે 2024, હાલમાં જ સોશિયલ મીડિયા પર 10 વર્ષના બાળકનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે 10 વર્ષની ઉમરનો બાળક રસ્તા ઉપર ઊભા રહીને ફ્રેન્કી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વીડિયોમાં બાળકની હાલત જોઈને અર્જુન કપૂરનું દિલ પીગળ્યું છે અને આ બાળકને મદદ કરવાનો નિર્ણય લીધો છે. અર્જુન કપૂરે આ બાળકની ભાવનાને માત્ર સલામ જ નથી કરી પરંતુ તેના અને તેની બહેનના ભણતરનો ખર્ચ ઉઠાવવાની ઓફર પણ કરી છે.
View this post on Instagram
પિતાના અવસાન પછી પરિવારને ટેકો આપવા માટે કરતો હતો કામ
નવી દિલ્હીમાં રહેતો 10 વર્ષનો બાળક તેના પિતાના અવસાન પછી પરિવારને ટેકો આપવા માટે રસ્તા પર ફ્રેન્કી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાળકનું નામ જસપ્રીત છે. એક ફૂટ વ્લોગરે આ બાળકની સ્ટોરી તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. હવે બધા આ બાળકના વખાણ કરવામાં વ્યસ્ત છે. પરંતુ આ દરમિયાન અર્જુન કપૂર આ બાળકની મદદ માટે આગળ આવ્યો છે.
હું આ 10 વર્ષના છોકરાને સલામ કરું છું: અર્જુન કપૂર
અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટા હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તેને આ બાળકને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અર્જુન કપૂર આ બાળક અને તેની બહેનના ભણતરનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાનું જણાવ્યું છે. અર્જુન કપૂરે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, ‘તેના ચહેરા પર સ્મિત સાથે તે આગળની જીંદગી અને તેની સાથે આવનારી દરેક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. હું આ 10 વર્ષના છોકરાને સલામ કરું છું જેણે પોતાના પગ પર ઊભા રહેવાની અને તેના પિતાના મૃત્યુના 10 દિવસ પછી જ તેના પિતાનું કામ સંભાળવાની હિંમત બતાવી છે. હું તેના અને તેની બહેનના શિક્ષણમાં યોગદાન આપવા માંગુ છું. જો કોઈને આ બાળકનું સરનામું ખબર હોય તો કૃપા કરીને મને જણાવો.
આ પણ વાંચો..સોનમ કપૂરે છઠ્ઠી એનિવર્સરી પર શેર કરી એક્સક્લુઝિવ તસવીરો, દીકરો વાયુ પણ દેખાયો