

કતારમાં ચાલી રહેલ ફીફા વર્લ્ડ કપ 2022 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હવે આ વર્લ્ડ કપમાં માત્ર ત્રણ ટીમો બચી છે. મંગળવારે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. હવે તેનો મુકાબલો 18 ડિસેમ્બરે મોરોક્કો અથવા ફ્રાન્સ સામે થશે. આ પહેલા આર્જેન્ટિનાની ટીમ 2014 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, ત્યારે 7 વર્ષ બાદ આર્જેન્ટિના ફાઈનલમાં પહોચ્યુું છે. જ્યાં તેને જર્મની સામે હરાવીને ટાઇટલ જીત્યું હતું. આર્જેન્ટિનાએ 1978 અને 1986માં ટાઈટલ જીત્યું હતું અને હવે 36 વર્ષ પછી 18 ડિસેમ્બરે ઈતિહાસનું પુનરાવર્તન થશે.

આ પણ વાંચો: FIFA 2022: મેસી સાથે વિવાદ કરનાર રેફરી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બાહર, FIFAનો મોટો નિર્ણય
7 વર્ષ બાદ આર્જેન્ટિના ફાઈનલમાં
મેસ્સીએ પેનલ્ટી પર ગોલ કરીને સ્કોરલાઇનની શરૂઆત કરી હતી. તેણે 34મી મિનિટે જ ટીમને 1-0ની લીડ અપાવી હતી. બે મિનિટ બાદ જુલિયન આલ્વારેઝે ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. આ પછી પહેલા હાફમાં ઘણા પ્રયાસો જોવા મળ્યા પરંતુ ગોલ થઈ શક્યો ન હતો. બીજા હાફમાં ક્રોએશિયાની ટીમ શરૂઆતથી જ વાપસી કરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી. 69મી મિનિટમાં જુલિયન આલ્વારેઝે મેસી પાસ ગોલ પોસ્ટમાં મૂકીને ફાઈનલની ટિકિટ નિશ્ચિત કરી હતી.
મેસ્સીએ વર્લ્ડ કપમાં આ મોટો રેકોર્ડ

આર્જેન્ટિનાની ટીમ 2014 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. આ મેચનો પહેલો ગોલ કરનાર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ સૌથી વધુ વર્લ્ડ કપ મેચ રમનાર ખેલાડી તરીકેનો રેકોર્ડ તોડ્યો છે અને ફાઈનલ રમ્યા બાદ મેસ્સી વિશ્વ કપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. લિયોનેલ મેસીએ આ વર્લ્ડ કપમાં 5 ગોલ કર્યા છે અને ફ્રાન્સના કાયલિયાન એમ્બાપેની બરાબરી કરી લીધી છે. ત્યારે હવે મેસી અને એમ્બાપ્પે ગોલ્ડન બૂટની રેસમાં બરાબરી પર આવી ગયા છે.મેસી વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ 11 ગોલ કરનાર આર્જેન્ટિનાના પ્રથમ ખેલાડી બની ગયો છે.