ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ

  • વીગન હો તો શાકભાજીમાંથી પ્રોટીન મેળવો
  • પ્રોટીન શરીરની કોશિકાઓ માટે જરૂરી છે 
  • પ્રોટીન  હિમોગ્લોબિન શરીરને પહોંચાડે છે

આમ તો આપણે રોજ આપણા ખોરાકમાં શાકભાજીનું સેવન કરીએ છીએ કેમકે તેમાં ઘણા બધા પોષકતત્વો હોય છે. લીલા શાકભાજી આપણા શરીર માટે જરૂરી છે તે વાત કોઇ નકારી શકતુ નથી, પરંતુ જો તમે શાકાહીર હોય તો એવા વેજિટેબલ્સ ખાવ જે પ્રોટીન્સથી ભરપૂર હોય.

શું હોય છે પ્રોટીનની જરૂરી

પ્રોટીન તમારા શરીરમાં તમામ કોશિકા માટે જરૂરી ઘટક છે. તેનો ઉપયોગ ઉત્તકોના નિર્માણ અને રિપેર માટે કરવામાં આવે છે. પ્રોટીન એન્ઝાઇમ અને હોર્મોનનું ઉત્પાદન કરવામાં પણ મદદ કરે છે. હાડકા, માંસપેશીઓ, ત્વચા અને લોહીના વિકાસ માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે અને તે શરીરને પર્યાપ્ત માત્રામાં ઉર્જા પણ આપે છે.

શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ hum dekhenge news

પ્રોટીન હિમોગ્લોબિનને શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે, તે આપણી તમામ કોશિકાઓને ઓક્સિજન પહોંચાડે છે. આ ઉપરાંત તે ખનીજો અને વિટામીનોને એ કોશિકાઓ સુધી પહોંચાડમાં મદદ કરે છે, જેને તેની જરૂર હોય છે. શરીરમાં આ તમામ કાર્યો માટે આપણને રોજ પ્રોટીનની જરૂર હોય છે.

વીગન હો તો આહારમાં ચોક્કસથી સામેલ કરો આ ફુડ્સ

બ્રુસેલ સ્પ્રાઉટ્સ

બ્રુસેલ સ્પ્રાઉટ્સ ફાઇબર અને પ્રોટીનની સાથે અનેક વિટામીન અને ખનીજથી ભરપૂર હોય છે. જે તમારા પેટને ભરેલુ રાખે છે. બ્રુસેલ કેટલાય સ્વાસ્થ્ય લાભ પણ આપે છે. તે બ્રેઇનને તેજ કરવામાં પણ મદદ કરે છે. કેન્સરને રોકવામાં પણ સહાયભુત છે.

શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ hum dekhenge news

પાલક

પાલક લીલા શાકભાજીમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. પાલક પ્રોટીન અને એમિનો એસિડથી ભરપૂર હોય છે. તેનાથી તમને કુલ કેલરીના 30 ટકા કેલરી મળે છે. પાલક સૌથી વધુ પ્રોટીનનો સ્ત્રોત છે. તેમાં વિટામીન એ, વિટામીન કે અને વિટામીન સી જેવા પોષકતત્વો પણ હોય છે. પાલક ઇમ્યુનિટીને વધારે છે.

સ્વીટ કોર્ન

સ્વીટ કોર્ન આમ તો બધાને પ્રિય હોય છે. તેમાં ફેટ બહુ ઓછી હોય છે. તે તમારી ડેઇલી પ્રોટીન નીડને 8થી 9 ટકા પુરુ કરે છે. સ્વીટ કોર્નમાં થાયમિન, વિટામીન સી અને બી6, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ હોય છે.

શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ hum dekhenge news

બ્રોકલી

બ્રોકલીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફેટ અને કેલરી ખુબ ઓછા હોય છે. તેનાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. જો તમે ફિટનેસ ફ્રીક હો તો બ્રોકોલીનું સેવન કરો. બ્રોકોલીમાં ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામીન કે હોય છે.

આ પણ વાંચોઃ પરિવારમાં બધા રહેશે સ્વસ્થઃ વાસ્તુના આ ઉપાયો અજમાવો

Back to top button