ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષ

ક્યાંક તમે તો નથી લઇ રહ્યા છે હાઇ પ્રોટીન ડાયેટ? રિસ્ક જાણી લો

Text To Speech

લોકો મેદસ્વીતાથી થતી બિમારીઓથી બચવા માટે વજન ઘટાડવા પર ભાર આપતા હોય છે. વજન ઘટાડવા માટે જાતજાતની ટ્રિક્સ અપનાવે છે. ભારતના લોકો કાર્બોહાઇડ્રેટ્સની માત્રાને સીમિત કરીને હાઇ પ્રોટીન ડાયેટ લઇ રહ્યા છે. આ દરમિયાન પ્રોટીનની દૈનિક જરૂરિયાત કરતા વધુ પ્રોટીનનું સેવન કરી રહ્યા છે. આ કારણે આગળ જતા કિડનીની બિમારીઓનુ રિસ્ક રહે છે. જે લોકોને પહેલા કિડની સંબંધિત કોઇ બિમારી છે, તેમના માટે હાઇ પ્રોટીન ડાયેટ લેવું વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.

વજન ઘટાડવા માટે ક્યાંક તમે તો નથી લઇ રહ્યા છે હાઇ પ્રોટીન ડાયેટ? રિસ્ક જાણી લો hum dekhenge news

વેઇટલોસ કરવા માટે ઘણા લોકો હાઇ પ્રોટીન ડાયેટ લે છે. હવે એ વાત સામે આવી છે કે હાઇ પ્રોટીન ડાયેટની અસર કિડની પર થઇ રહી છે. હાઇ પ્રોટીન ડાયેટના કારણે શરીરમાં વધુ માત્રામાં એસિડ બનવા લાગે છે, જે આપણી કિડની સંપુર્ણ રીતે ફિલ્ટર કરી શકતી નથી અને તે શરીરમાં જમા થવા લાગે છે. એ પણ શક્ય છે કે જો કોઇ સ્વસ્થ વ્યક્તિ લાંબા સમય સુધી હાઇ પ્રોટીન ડાયેટ પર રહે છે તો તોને કિડનીની બિમારીની શરૂઆત થઇ શકે છે.

વજન ઘટાડવા માટે ક્યાંક તમે તો નથી લઇ રહ્યા છે હાઇ પ્રોટીન ડાયેટ? રિસ્ક જાણી લો hum dekhenge news

જિમ જતા લોકો ધ્યાન રાખો

જિમ જતા લોકો વધુ માત્રામાં પ્રોટીન સપ્લીમેન્ટ લે છે. આવા લોકોએ પ્રોટીન સપ્લીમેન્ટનું કંપોઝીશન વાંચવુ જોઇએ, તેનું એક નિર્ધારિત માત્રામાં જ સેવન કરવુ જોઇએ. જિમ જતા લોકો Whey Proteinનો ઉપયોગ કરે છે, તે માંસપેશીઓને વધારવામાં મદદ કરે છે, પરંતુ આ પ્રોોટીન યુરીનની માત્રાને વધારે છે અને તેના સેવનથી યુરીન દ્વારા નીકળતા કેલ્શિયમની માત્રા વધે છે. કિડની પર બોજ પડે છે અને કિડનીમાં સ્ટોન થઇ જાય છે. માત્ર જિમ જતા લોકોએ જ રોજ માત્ર 25થી 50 ગ્રામ જ તેનું સેવન કરવું જોઇએ.

વજન ઘટાડવા માટે ક્યાંક તમે તો નથી લઇ રહ્યા છે હાઇ પ્રોટીન ડાયેટ? રિસ્ક જાણી લો hum dekhenge news

કિડનીને સ્વસ્થ રાખવા આ કરો

કિડનીને સ્વસ્થ રાખવા માટે રોજ જરૂરી માત્રામાં પ્રોટીનનું સેવન કરો. એ પણ ધ્યાન રાખો તમે કોઇ પ્રાકૃતિક સ્ત્રોતથી તે લઇ રહ્યા હોય, સપ્લિમેન્ટ દ્વારા નહીં. હાઇ કાર્બોહાઇડ્રેટ્સ વાળા ડાયેટથી પણ બચો. પર્યાપ્ત માત્રામાં તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો. રોજ ત્રણથી ચાર લિટર પાણી અને બીજા લિક્વિડનું સેવન કરો.

આ પણ વાંચોઃ GPSCની 9 અને 16 એપ્રિલના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા રખાઈ મોકુફ, જાણો કારણ !

Back to top button