ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો? આજથી જ શરૂ કરો ડુંગળીના આ ઉપાય

  • ટાલ પડવાની સમસ્યાથી આજકાલ ઘણા લોકો પરેશાન હોય છે, તમે તેના માટે કુદરતી ઉપાય તરીકે ડુંગળીના રસનો ઉપચાર કરશો તો ખૂબ ફાયદો થશે

HD ન્યુઝ ડેસ્કઃ જિનેટિક કારણોથી વ્યક્તિને ટાલ પડતી હોય છે, વળી આજના હવા, પાણી અને ખોરાક પણ એવા થઈ ગયા છે કે મહિલાઓ અને પુરૂષો ટાલ પડવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. ટાલ પડવાથી સ્માર્ટનેસ પર અસર થાય છે, સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. હવે હેર ટ્રાન્સપ્લાન્ટના વિકલ્પને પણ લોકો અપનાવતા થયા છે, પરંતુ કુદરતી એ કુદરતી અને કૃત્રિમ એ કૃત્રિમ. આ સમસ્યા કુદરતી પદ્ધતિઓ દ્વારા જો ઉકલી જાય તો? આવી જ એક કુદરતી પદ્ધતિ છે ડુંગળીનો રસ. ડુંગળીનો રસ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી વાળના મૂળને પોષણ મળે છે, સાથે સાથે ટાલ પણ ઓછી થાય છે.

ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવો

સૌથી સરળ અને અસરકારક રીત છે ડુંગળીનો રસ સીધો તમારા માથાની સ્કીન પર લગાવો. આ માટે ડુંગળીની છાલ કાઢી, તેને બ્લેન્ડરમાં પીસીને તેનો રસ કાઢો. પછી આ જ્યૂસને આંગળીઓની મદદથી તમારા માથા પર ધીમે-ધીમે મસાજ કરો. તેને લગભગ 30-45 મિનિટ સુધી રહેવા દો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર અપનાવવાથી તમે સારા પરિણામ મેળવી શકો છો.

શું તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો? આજથી જ શરૂ કરો ડુંગળીના આ ઉપાય hum dekhenge news

ડુંગળી અને નાળિયેર તેલ મિક્સ કરીને લગાવો

નાળિયેર તેલ વાળને પોષણ આપે છે અને તેને નરમ બનાવે છે. ડુંગળીના રસમાં નાળિયેરનું તેલ ભેળવીને લગાવવાથી વાળને ડીપ નરિશમેન્ટ મળે છે. આ માટે એક ચમચી ડુંગળીનો રસ અને એક ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. આ મિશ્રણને તમારા માથા પર હળવા હાથે મસાજ કરીને લગાવો અને એક કલાક પછી ધોઈ લો. તેનાથી વાળમાં ચમક પણ આવે છે અને વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થાય છે.

ડુંગળી અને મેથીની પેસ્ટ

મેથીના દાણા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને પીસીને પેસ્ટ બનાવો. તેમાં ડુંગળીનો રસ મિક્સ કરીને માથાની ચામડી પર લગાવો. 30-45 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ મિશ્રણ વાળને ઘટ્ટ કરવામાં મદદ કરે છે અને ટાલ દૂર કરે છે.

ડુંગળીનો રસ ટાલ ઓછી કરવા અને વાળને મજબૂત કરવા માટેનો કુદરતી ઉપાય છે, જે ઘરે સરળતાથી અપનાવી શકો છો. તેનો નિયમિત ઉપયોગ વાળના મૂળને પોષણ આપે છે અને વાળનો વિકાસ સુધારે છે.

આ પણ વાંચોઃ ફાયદો સમજીને વધારે તો નથી લઈ રહ્યા ને વિટામીન સી? ઓવરડોઝથી થશે નુકસાન

આ પણ વાંચોઃ કેટલા દિવસમાં બદલવું જોઈએ તકિયાનું કવર? બેદરકારી બગાડી શકે છે તબિયત

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

Back to top button