ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

તમારુ વજન અચાનક ઘટી રહ્યુ છે? તો ખુશ ન થતા, આજે જ કરાવો આ ટેસ્ટ

Text To Speech

મોટાભાગે લોકો વધતા વજનના લીધે પરેશાન રહેતા હોય છે. વેઇટ લોસ કરવા માટે જિમ જવાનું, ઘરે એક્સર્સાઇઝ કરવી કે જોગિંગ કરવુ કે ડાયેટિંગ કરવાની ઉપાયો અજમાવવામાં આવે છે. જોકે છતાં પણ તમે ઇચ્છતા હો તેવી ફિગર મેળવવી મુશ્કેલ છે. જો આવા સંજોગોમાં અચાનક તમારુ વજન ઘટી રહ્યુ હોય તો ખુશ થવાની જરૂર નથી. ખુશ થતા પહેલા કેટલાક ટેસ્ટ કરાવો. કેમકે ઓચિંતુ વજન ઘટી જવુ તે શરીર માટે સારા સંકેત નથી. ઘણી બધી બિમારીની શરૂઆત વજન ઘટવાથી શરૂ થાય છે. જો તમે ડોક્ટરને બતાવીને જરૂરી ટેસ્ટ કરાવી લેશો તો શક્ય છે કે તમારા રોગનો ઇલાજ થઇ શકે.

 તમારુ વજન અચાનક ઘટી રહ્યુ છે? તો ખુશ ન થતા, આજે જ કરાવો આ ટેસ્ટ hum dekhenge news

ડાયાબિટીસ

રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ડાયાબિટીસની શરૂઆતમાં વજન ઘટવુ સૌથી સામાન્ય લક્ષણો છે. ખાસ કરીને ટાઇપ ટુ ડાયાબિટીસ લાઇફસ્ટાઇલમાં ગરબડના લીધે થાય છે. તેમાં વજન ઝડપથી ઘટવા લાગે છે. ગાથ-પગમાં ઝણઝણાહટ, નબળાઇ અને વેઇટ લોસના લક્ષણો દેખાય છે. જો સમય પર ડાયાબિટીસનો ટેસ્ટ કરાવીને લાઇફસ્ટાઇલ બદલવામાં આવે તો વેઇટ સામાન્ય થઇ જાય છે.

હાઇપરથાઇરોઇડ

થાઇરોઇડ બે પ્રકારનો હોય છે. હાઇપોથાઇરોઇડમાં વજન ઝડપથી વધવા લાગે છે, તો હાઇપરથાઇરોડમાં વજન ઝડપથી ઘટવા લાગે છે. થાઇરોઇડ હોર્મોન્સના ઓવરએક્ટિવ થવાના લીધે થાય છે.

 તમારુ વજન અચાનક ઘટી રહ્યુ છે? તો ખુશ ન થતા, આજે જ કરાવો આ ટેસ્ટ hum dekhenge news

ડિપ્રેશન- સ્ટ્રેસ

ડિપ્રેશન કે જરૂરિયાત કરતા વધુ તણાવ લેનારા લોકો જમવામાં ઓછો રસ લેવા લાગે છે. આ કારણે વજન ઘટવા લાગે છે. કેટલાક લોકો ડિપ્રેશન આવતા વધુ જમવા લાગે છે, તો કેટલાક લોકો જમવાનું છોડી દે છે. આ કારણે જમા ફેટમાંથી એનર્જી એબ્ઝોર્બ થવા લાગે છે અને વ્યક્તિનું વજન ઘટવા લાગે છે.

કેન્સર

વજન ઘટવાનું એક કારણ કેન્સર પણ હોઇ શકે છે. કોલન કેન્સર, ઓવેરિયન કેન્સર, લ્યુકેમિયાના કેન્સરમાં દર્દીનું વજન ઝડપથી ઘટવા લાગે છે. કેન્સરમાં શરીરની ઇમ્યુનિટી નબળી પડી જાય છે અને શરીર વીક બને છે.

 તમારુ વજન અચાનક ઘટી રહ્યુ છે? તો ખુશ ન થતા, આજે જ કરાવો આ ટેસ્ટ hum dekhenge news

પોષકતત્વોની કમી

શરીરનુ વજન અચાનક ઘટવાનું કારણ ઘણી વખત યોગ્ય રીતે પોષકતત્વો ન મળવાનું પણ હોઇ શકે છે. કિડની કે હાર્ટ પ્રોબલેમના લીધે પણ આમ થઇ શકે છે. પેટમાં બિમારી કે ઇન્ફેક્શનના લીધે પણ વજન ઘટે છે. તેથી જો એક્સર્સાઇઝ વગર તમારુ વજન ઘટી ગયુ હોય તો ડોક્ટર પાસે પહોંચી જાવ.

આ પણ વાંચોઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં લેવાયો મોટો નિર્ણય

Back to top button