શું તમે વધારે પડતા ઊંઘો છો? જો હા તો તમે આ માનસિક બીમારીના પીડિત છો!
કેટલાક લોકો ઓછી ઊંઘે છે તો કેટલાક લોકો વધારે, પરંતુ જો તમે રાત્રે 8 થી 10 કલાક સૂતા હોવ છંતા જો દિવસ દરમિયાન ઊંઘ આવે તેવું લાગે તો આ સ્થિતિ સ્વાસ્થય માટે યોગ્ય નથી. આને વધારે ઊંઘની સમસ્યા માનવામાં આવે છે. આ હાઈપરસોમનિયા રોગને કારણે થાય છે. આ રોગને કારણે વ્યક્તિને આખી રાત ઊંઘ્યા પછી પણ દિવસ દરમિયાન ઊંઘ આવતી રહે છે. કેટલાક મહત્વપૂર્ણ કામ દરમિયાન પણ ઊંઘ આવવા લાગે છે. તો મોટે ભાગે હાઈપરસોમનિયાને કારણે આવું થાય છે.
ચાલો જાણીએ કે આ રોગ શું છે અને તેનું કારણ શું છે.
ડોકટરોના જણાવ્યા મુજબ આ રોગના કોઈ ચોક્કસ કારણો વિશે આજ સુધી કોઈ માહિતી નથી. પરંતુ કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રોગ આનુવંશિક કારણોસર થઈ શકે છે. સ્થુળતાથી પીડિત લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં, આ પાર્કિન્સન રોગને કારણે પણ થઈ શકે છે.
નબળી માનસિક સ્થિતિના લક્ષણ:
AIIMSના ભૂતપૂર્વ મનોચિકિત્સક ડૉ.રાજકુમારના જણાવ્યા અનુસાર જો તમારી માનસિક સ્થિતિ સારી નથી અને તમે ડિપ્રેશનમાં જઈ રહ્યા છો, તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. આ સ્થિતિમાં દર્દી હાઈપરસોમનિયાથી પીડાઈ શકે છે. આ સમસ્યા કોઈ પણ ઉંમરે થઈ શકે છે. જો કે વધુ કેસ 30 થી 40 વર્ષની વયજૂથમાં જોવા મળે છે.
આ રીતે સારવાર થાય છે :
હાયપરસોમનિયાના રોગના ઘણા સંભવિત કારણો છે. તેમાનુ આ એક લક્ષણ છે કે તમને અન્ય લોકો કરતા વધુ ઊંઘ આવે છે. જો તમને આ રોગના લક્ષણો દેખાય છે, તો ડૉક્ટરનો સંપર્ક કરો. તમારા તબીબી ઇતિહાસ વિશે માહિતી લીધા પછી ડૉક્ટર આ સમસ્યાની સારવાર કરે એવો આગ્રહ રાખો. આ દરમિયાન, તમે રાત્રે કેટલા સમય સુધી સૂઈ રહ્યા છો અને તમે કોઈ દવા લઈ રહ્યા છો કે કેમ તેની સંપૂર્ણ માહિતી જે તે ડૉક્ટરને આપવી જોઈએ. પછી આ રોગની સારવાર માટે ડૉક્ટરો એન્ટીડિપ્રેસન્ટ દવાઓ લખી આપે તે ટાઈમસર લેવાનુ ચાલુ કરીલો. જો તમને વધુ પડતી ઊંઘ આવતી હોય તો આ રોગની સારવાર માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.
આ પણ વાંચો :શું વાત છે, નિર્દોષ ફળ ગણાતુ પપૈયુ પણ હેલ્થને નુકશાન કરી શકે?