ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

તમારા પણ વાળ ખરી રહ્યાં છે? આ યોગાસનથી રોકાઈ જશે

  • યોગ તમને માનસિક અને શારીરિકની સાથે સાથે સ્કિન અને હેર ફોલ સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. હેર ફૉલ રોકવા અને હેરના ગ્રોથ માટે તમારે રુટિનમાં 3 યોગાસન સામેલ કરવા જોઈએ.

વધતું પ્રદૂષણ, વધુ પડતો તણાવ, પોષણની કમી અને બગડેલી લાઈફસ્ટાઈલ આજે મોટાભાગના લોકોના હેર ફૉલનું કારણ બની રહી છે. તેમ છતાં પણ રાહત માટે લોકો દવાઓથી લઈને મોંઘી હેર ટ્રીટમેન્ટ કરાવવાથી પણ પાછળ હટતા નથી. આમ છતાં પણ તે સમસ્યા તો ઓછી થતી જ નથી. જો તમે પણ હેર ફૉલથી પરેશાન હો તો મોંઘી હેર ટ્રિટમેન્ટના બદલે યોગની મદદ લઈ શકો છો. યોગ તમને માનસિક અને શારીરિકની સાથે સાથે સ્કિન અને હેર ફૉલ સાથે જોડાયેલી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. હેર ફૉલ રોકવા અને હેરના ગ્રોથ માટે તમારે રુટિનમાં 3 યોગાસન સામેલ કરવા જોઈએ.

તમારા પણ વાળ ખરી રહ્યા છે? આ યોગાસનથી રોકાઈ જશે hum dekhenge news

શીર્ષાસન

શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતું હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય તો શીર્ષાસનનું લઈ શકાય. ખાસ કરીને નાડીતંત્રને ચેતનવંતી બનાવવા તથા શારીરિક અને માનસિક તનાવમાંથી મુક્તિ મેળવવા માટે શીર્ષાસન અજોડ છે. શીર્ષાસન માનવી માટે અમૃત સમાન છે. હેર ફૉલની સમસ્યાને દૂર કરવા માટે અને માથામાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે શીર્ષાસન ઉત્તમ છે.

તમારા પણ વાળ ખરી રહ્યા છે? આ યોગાસનથી રોકાઈ જશે hum dekhenge news

ઉત્તાનાસન (કેમલ પોઝ)

ઉત્તાનાસનને કેમલ મુદ્રાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ યોગાસનમાં વ્યક્તિ પોતાના પગને હલાવતા આગળ તરફ ઝુકે છે. તેથી માથાની તરફ બ્લડ સર્ક્યુલેશન વધે છે. વાળને પોષણ મળે છે. આ આસનને કરવાથી માથા સુધીનો ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન સારુ બને છે. હેર ફોલિકલ મજબૂત થવાથી હેર ગ્રોથમાં મદદ મળે છે.

તમારા પણ વાળ ખરી રહ્યા છે? આ યોગાસનથી રોકાઈ જશે hum dekhenge news

સર્વાંગાસન

સર્વાંગાસનમાં વ્યક્તિએ પોતાના શરીરને સીધું ઉપર ઉઠાવવાનું હોય છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે અને વાળને પોષણ મળે છે. સર્વાંગાસનથી હેર ફૉલની સમસ્યામાં લાભ થાય છે. સર્વાંગાસન 30થી 60 સેકન્ડ સુધી કરવું જોઈએ. સર્વાંગાસનને આસનોનો પ્રધાન કહેવામાં આવે છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરિક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે.

આ પણ વાંચોઃ ઠંડીમાં કેમ વધી જાય છે હાઈ બીપીનું જોખમ? આ રીતે કરો કન્ટ્રોલ

Back to top button