IPL-2023ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

GT VS CSK Final : શું તમે આજે ફરી જૂની ટિકિટ સાથે IPL ફાઇનલની મેચ જોવા જાઓ છો? તો જાણીલો આ બાબતો

Text To Speech

28મે યોજાયેલી ફાઈનલ મેચએ હવે આજે અમદાવાદના નરેન્દ્ર-મોદી સ્ટેડિયમમાં GT VS CSKની મેચ 7:30 એ શરૂ થશે.આ સાથે ફાઈનલ મેચમાં દર્શકોને ટીકીટ ને લઈને પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલા ટ્વિટ મુજબ, GT vs CSK IPL 2023 ની ફાઈનલ મેચ જોવા આવતા ચાહકોએ 28 મે, 2023 ના રોજની નિર્ધારિત ફાઈનલ માટે ટિકિટો સાથે રાખવાની રહેશે તેમ  જણાવવામા આવ્યું છે.  IPL ફાઈનલ મેચની ટિકીટને લઈને BCCI દ્વારા મહત્વની માહિતી આપવામા આવી છે.

IPL ફાઈનલ મેચની ટિકીટને લઈને મહત્વની વિગતો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ વચ્ચે IPL ની ફાઇનલ મેચ ગઈ કાલે યોજાવાની હતી પરંતુ તોફાની વરસાદના કારણે ફાયનલ મેચ રદ થઈ હતી. આજે ફરી ફાઈનલ મેચનું આયોજન કરાયુ છે. ત્યારે પ્રેક્ષકોમાં ટિકિટને લઈને મુજવણ જોવા મળી રહી છે. ત્યારે BCCI દ્વારા આજે ગાઈડલાઈન બહાર પાડીને આ અંગે માહિતી આપવામા આવી છે. જેમાં મેચ જોવા આવનારા દર્શકો કેવા પ્રકારની ટિકીટ સાથે લઈ જઈ શકે છે. તે અંગે માહિતી આપવામા આવી છે.

80% ટકા ટિકિટનો ભાગ હોવો જરુરૂી

મહત્વનું છે કે આજે બોક્સ ઓફિસ  બંધ છે, પરંતુ 80% ટકા ટિકિટનો ભાગ હોવો જરુરૂી છે. તેમજ  ટિકિટનું રિપ્રિન્ટ નહીં  થાય અને ટિકિટની હાર્ડકોપી ફરજિયાત છે.

કેવી ટિકિટ માન્ય ગણાશે ?

  1. સુરક્ષિત રખાયેલી જૂની ટિકિટ
  2. ફાટેલી ટિકિટના બધા ભાગો  સાથે હોવા જરૂરી છે
  3. ટિકિટની ફાટેલી બાજુ પર તમામ જરૂરી માહિતી હાજર હોવી જોઈએ
  4. ટિકિટ ફાટેલી હશે પણ ટુકડો સાથે હશે તો ચાલશે

કેવી ટિકિટ માન્ય નહીં ગણાય ?

  1. જરુરી વિગતો વિનાની અધુરી ટિકિટ માન્ય નહી ગણાય
  2. માત્ર ડિજિટલ ટિકિટ માન્ય નહિ ગણાય
  3. નવી ટિકિટનું રિપ્રીન્ટીંગ બંધ છે.

 આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ કેસ : અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક પોલીસ સમક્ષ થયા હાજર

Back to top button