આઇસક્રીમના બદલે ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાઇ રહ્યા ને? જાણો તેના નુકશાન
- ગરમીની સીઝનમાં બજારમાં અલગ અલગ ફ્લેવર્સના કલરફુલ આઇસ્ક્રીમ વેચાય છે
- કેટલાક લોકો આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની વચ્ચે કન્ફ્યુઝ રહે છે
- ફ્રોઝન ડેઝર્ટ દુધમાંથી નહીં, પરંતુ વેજિટેબલ ઓઇલમાંથી બને છે
ગરમીની સીઝનમાં આપણને ઠંડી વસ્તુઓ ખાવી ગમે છે. જો વાત આઇસ્ક્રીમની આવે તો તેને ખાવાની મજા જ કંઇક અલગ છે. બજારમાં અલગ અલગ ફ્લેવર્સના ટેસ્ટી અને કલરફુલ આઇસ્ક્રીમ વેચાય છે. લોકો મેંગો, ઓરેન્જ, રાસબેરીથી લઇને કોન સુધીના આઇસક્રીમ સુધી દરેક પ્રકારની નવી નવી વરાઇટી ટ્રાય કરતા રહે છે. કદાચ આજ કારણ છે કે કેટલાક લોકો આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની વચ્ચે કન્ફ્યુઝ રહે છે. એટલા બધા પ્રકારના આઇસક્રીમ ઉપલબ્ધ હોય છે કે લોકોનું મુંઝાવુ પણ સ્વાભાવિક છે. શું તમે જાણો છો કે ફ્રોઝન ડેઝર્ટ તમારા આરોગ્ય માટે કેટલુ હાનિકારક હોઇ શકે છે?
ફ્રોઝન ડેઝર્ટનું સેવન ખતરનાક કેમ?
ફ્રોઝન ડેઝર્ટ દુધમાંથી નહીં, પરંતુ વેજિટેબલ ઓઇલમાંથી બને છે. જો તમે તેના પેકેજિંગ પર થોડુ ધ્યાન આપશો તો ત્યાં વેજિટેબલ ઓઇલમાંથી બનતી વાત સ્પષ્ટ લખી હશે. કોઇ પણ ડેઝર્ટમાં 10.2 ટકા વેજિટેબલ ઓઇલ અને વેજિટેબલ પ્રોટીન હોય છે. સાથે તેમાં ઓરિજિનલ મિલ્કનો ઉપયોગ પણ થતો નથી. તેને બનાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ થાય છે. કેટલાય રિપોર્ટ્સમાં એ વાતનો દાવો કરાયો છે કે ફ્રોઝન ડેઝર્ટમાં વધુ માત્રામાં મિલ્ક પાવડરનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓથી ડાયાબિટીસ અને હાઇકોલેસ્ટ્રોલ થવાનો ખતરો વધી જાય છે. તમે હ્રદય સાથે જોડાયેલી સમસ્યાઓનો શિકાર બની શકો છો.
જાણો આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટમાં ડિફરન્સ
- આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની વચ્ચે ફર્ક હોય છે. આઇસક્રીમ ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દુધ કે ક્રીમ, ઇંડા, ખાંડ, વેનિલા એસેન્સ અને અન્ય પ્રોડક્ટ્સમાંથી બનાવાય છે જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં આર્ટિફિશિયલ વસ્તુઓનો ઉપયોગ થાય છે
- ફ્રોઝન ડેઝર્ટ જોવામાં આઇસક્રીમ જેવુ હોય છે, પરંતુ તેમાં વેજિટેબલ ઓઇલ. લોટ અને ખાંડનો ઉપયોગ થાય છે. આ સાથે ફ્રોઝન ડેઝર્ટ્સને ફ્રીઝરમાંથી કાઢીને તરત ખાવુ પડે છે.
- ફ્રોઝન ડેઝર્ટની તુલનામાં આઇસક્રીમમાં ફેટ અને કાર્બ્સ ઓછા હોય છે. આઇસક્રીમમાં પ્રતિ 100 ગ્રામમાં 5.6 ગ્રામ ફેટ મળી આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં 10.56 ગ્રામ ફેટ હોય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ જામ્યો, બે અઠવાડિયામાં જ 15 હજારથી વધુ ગ્રાહકોએ કરી આટલી ખરીદી