ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું તમે પણ તે 150 કરોડમાં સામેલ છો, Twitter જેના એકાઉન્ટ્સ બંધ કરશે?

Text To Speech

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter ના ચીફ Elon Musk ના તાજેતરના નિર્ણયે ફરીએક વાર આખી દુનિયાને હેરાન કરી દીધી છે. તાજેતરમાં મસ્કે 150 કરોડ નિષ્ક્રિય ખાતાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્વિટર ઇનએક્ટિવ ખાતાઓ બંધ કરવા જઈ રહ્યું છે.

હવે તમે વિચારતા હશો કે શું તમારું એકાઉન્ટ પણ ડિલીટ થઈ જશે. તો તેનો જવાબ છે હા, જો તમે છેલ્લા ઘણા સમયથી કોઇ ટ્વિટ કર્યુ જ નથી તો તમારા એકાઉન્ટને ઇનએક્ટિવ એકાઉન્ટમાં ગણવામાં આવશે અને તેને ડિલીટ કરવામાં આવશે

એલન મસ્કે ટ્વિટર પર નિષ્ક્રિય એકાઉન્ટ ડિલીટ કરવાની માહિતી આપી છે. તેણે લખ્યું, ટ્વિટર ટૂંક સમયમાં 150 કરોડ એકાઉન્ટ્સના નામ ખાલી કરવાનું શરૂ કરશે. આ સાથે, પ્લેટફોર્મ પર કેટલાય ટ્વિટર હેન્ડલ, યુઝર નેમ વગેરેનો ઉપયોગ માટે તેઉપલબ્ધ થઇ જશે. મસ્કે કહ્યું કે નિષ્ક્રિય એકાઉન્ટને ડિલીટ કરવા જરૂરી છે, કેમકે તેમાં છેલ્લા ઘણા સમયથી એક પણ ટ્વિટ કરવામાં આવ્યુ નથી.

શું તમે પણ તે 150 કરોડમાં સામેલ છો, Twitter જેના એકાઉન્ટ્સ બંધ કરશે? hum dekhenge news

Inactive એકાઉન્ટ્સ બંધ કરાશે

કેટલાક ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી છે કે નિષ્ક્રિય યુઝર્સ પાસે એવા ટ્વિટર હેન્ડલ્સ અને યુઝરનેમ છે જે અન્ય યુઝર્સ પણ ઇચ્છે છે. ટ્વિટરના શરૂઆતના દિવસોમાં આવા હેન્ડલ અને યુઝરનેમ પર કબજો થઇ ગયો હતો. ટ્વિટરે 13.7 કરોડ યુઝર્સને મોનિટાઇઝેબલ ડેઇલી એક્ટિવ યુઝર્સ તરીકે ગણ્યા છે. તે એવા યુઝર્સ છે, જેઓ પ્લેટફોર્મ પર એક્ટિવ છે અને તેમને એડ પણ આપે છે.

આ પણ વાંચોઃ IndVsBan : ઈશાન કિશનની બેવડી સદી તો કોહલીની ત્રણ વર્ષ પછી વનડેમાં સદી

Back to top button