લાઈફસ્ટાઈલ

શું તમે પણ શિયાળામાં એડીઓ ફાટી જવાથી પરેશાન છો, તો અપનાવો આ રીત

શિયાળામાં પગની એડીઓ ફાટી જવીએ દરેક વ્યક્તિઓની એક સમસ્યા હોય છે કે એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓમાં. શિયાળામાં ઠંડીની સાથે હવા પણ સૂકી બની જતી હોય છે. જેની અસર હાથ-પગમાં પણ જોવા મળે છે. પાણીમાં વધારે સમય રહેવાથી પગની એડીઓ પર તેની અસર જોવા મળે છે. ફાટેલી એડીઓના કારણે દર્દની સમસ્યા વધી જાય છે. આવ સમયે ફક્ત ક્રીમ લાગવાથી કોમળતા પછી નથી આવતી. ત્યારે થોડા ઘરેલું ઉપાયો તેને ક્યોર કરવામાં મદદ કરે છે. તો જાણો ઘરની કઈ વસ્તુઓને એડી પર લાગવાથી તમને મદદ મળી જશે.

આ ઉપાયો થશે મદદરૂપ

મધ એક નેચરલ એન્ટીસેપ્ટિકની જેમ કામ કરે છે. જે ફાટેલી એડીને ઝડપથી ભરવા માટે એક કુદરતી ઉપચાર કરે છે. તેમજ સ્કીનની શુષ્કતાને પણ તે દુર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક કપ મધ લો અને તેને ગરમ પાણીમાં મિક્સ કરો. આ પાણીમાં પગને 20 મિનિટ ડુબાડીને રાખો. પગને મોઈશ્ચરાઈઝ કરવા માટે બેસ્ટ ઉપાય છે. આ ઉપાય થોડા અઠવાડિયા સુધી રાતી સુતા પહેલા કરવાથી તેની અસર જોવા મળશે અને દાદરમાં પણ આરામ પણ જોવા મળશે.

શું તમે પણ શિયાળામાં એડીઓ ફાટી જવાથી પરેશાન છો, તો અપનાવો આ રીત - humdekhengenews

કેળું

કેળાથી બનેલું ફ્રુટ માસ્ક એડી ફાટવાની સમસ્યાને જ જળમૂળ થી ખત્મ કરી દે છે. આ સ્કીનને હાઇડ્રેટેડ રાખે છે અને ડ્રાય થવાથી પણ બચાવે છે. આ માટે 2 પાકા કેલા લો તેને મેશ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને એડી થી લઈને પગના પંજા સુધી લગાવો. આ પેસ્ટ 20-25 મિનિટ લગાવીને રાખ્યા બાદ પગ ધોએ લો. 2 અઠવાડિયા તેની અસર સામાન્ય રીતે તમને જોવા મળશે.

શું તમે પણ શિયાળામાં એડીઓ ફાટી જવાથી પરેશાન છો, તો અપનાવો આ રીત - humdekhengenews

નાળીયેરનું તેલ

સવારથી સાંજ સુધી લગભગ 2-3 વાર નારિયેળનું તેલ પગ પર લાગવાથી પગની શુષ્કતા દુર થાય છે. સ્કીનની સાથે જોડાયેલા ઇન્ફેકશનને દૂર કરવામાં પણ નારિયેળ તેલ સારું સાબિત થાય છે. સૂતા પહેલા ખાસ કરીને નારિયેળનું તેલ લાગવાથી ફરી પહેલા જેવી કોમળ એડી થઈ શકે છે.

શું તમે પણ શિયાળામાં એડીઓ ફાટી જવાથી પરેશાન છો, તો અપનાવો આ રીત - humdekhengenews

એપલ વિનેગર

ઘણા લોકો ફાટેલી એડીઓ માટે પગને ગરમ પાણીમાં ડુબાડી ઘરેલું ઉપચાર કરે છે. તો સદા ગરમ પાણીમાં પગ ડુબાડી રાખવા કરતા તેને ખાસ પાણી બનવી ડુબાડી રાખવાથી તે ફાયદાકારક નીવળે છે. ટે માટે એક ટબમાં ગરમ પાણી લઈ તેમે એક મોટો ચમચો એપલ સાઈડર વિનેગર મિક્સ કરી અને એકસાથે લીંબુ જેસ્ટ એટલે કે થાલની સાથે ઘસીને નાંખો. 20 મિનિટ સુધી તેમાં પગને ડુબાડીને રાખો.

એલોવીરા જેલ

એક વાટકીમાં 2 ચમચી એલોવીરા જેલની સાથે એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણ એડીઓ પર રોજ લાગવાથી તેના હાઈડ્રેટિંગ ગુણ ફાટેલી એડી પર કમાલનું રીઝલ્ટ દેખાડે છે. સ્કીન મોઈશ્ચરાઈઝ કરીને તેને મુલાયમ બનાવે છે.

Back to top button