ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ
શું તમે પણ આ વિટામિન્સની કમીથી ઝઝૂમી રહ્યા છો? જાણો લક્ષણ અને ઉપાય
- માનવશરીરમાં ક્યારેક કોઈક ને કોઈક વિટામિન્સની કમી હોઈ શકે છે. અલગ અલગ વિટામીનની ઉણપના કારણે અલગ અલગ સમસ્યાઓ થઈ શકે છે
HD ન્યુઝ ડેસ્કઃ આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે વિટામિન્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિટામિનની ઉણપ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે અને આપણા શરીરની કાર્યક્ષમતાને પણ અસર કરે છે. વિટામિન A, B12 અને Cની ઉણપથી થતા લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે કેટલીક ખાસ વાતો જાણો.
વિટામિન A ની ઉણપ
- ત્વચાની શુષ્કતા અને ખંજવાળ
- વાળ ખરવાની સમસ્યા
બચવાના ઉપાય
- તમારા આહારમાં ગાજર, શક્કરિયા, પાલક, પપૈયું અને દૂધનો સમાવેશ કરો.
- નારંગી અને પીળા રંગના ફળો અને શાકભાજી ખાઓ.
- વિટામિન A થી ભરપૂર ખોરાક નિયમિતપણે ખાઓ.
વિટામિન B12 ની ઉણપ
- ભારે થાક અને નબળાઇ
- હાથ અને પગમાં ઝણઝણાટ અથવા હાથ ખોટા પડે તેવું લાગવું
- મેમરી નબળી હોય તેવું લાગવું
બચવાના ઉપાયો
- ઈંડા, માછલી અને દૂધનું સેવન કરો.
- શાકાહારીઓ ફોર્ટિફાઇડ અનાજ અને સોયા ઉત્પાદનોનો ઉપયોગ કરો.
વિટામિન સીની ઉણપ
- પેઢામાંથી રક્તસ્ત્રાવ
- વારંવાર શરદી થવી
- કોઈ પણ ઘાના હિલિંગમાં સમય લાગવો
બચવાની રીતો
- આમળા, નારંગી, લીંબુ, જામફળ જેવા ફળો અને લીલા શાકભાજીનું સેવન કરો.
- દરરોજ એક ગ્લાસ લીંબુ પાણી પીવો.
- તાજા ફળો અને કાચા શાકભાજીને તમારા આહારનો ભાગ બનાવો.
આ પણ વાંચોઃ શિયાળામાં કાજુનું સેવન કરવું કેમ છે ફાયદાકારક? એનર્જી ડબલ કરશે
આ પણ વાંચોઃ હાડકામાં નવો જોશ ભરી દેશે 6 કેલ્શિયમ રિચ ફૂડ, વધતી ઉંમર પણ બેઅસર