શું તમે પણ Spam Callsથી પરેશાન છો? તો થઈ જાઓ નિશ્ચિંત ગૂગલ લાવી રહ્યું છે નવું ફીચર


શું તમે પણ Spam Callsથી પરેશાન છો? આ દિવસોમાં Spam Callsની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. અગાઉ, ઓછામાં ઓછા ટેલીમાર્કેટર્સ પાસે કોલ માટે અલગ નંબરો હતા, પરંતુ હવે એવું નથી. ટેલીમાર્કેટિંગ અને Spam Callsના નંબર પણ સામાન્ય મોબાઈલ નંબર જેવા દેખાય છે. તેનાથી બચવા માટે યુઝર્સ ઘણા વિકલ્પો અજમાવતા હોય છે. જો કે Truecaller અને અન્ય કોલર ઓળખ એપ યુઝર્સ માટે Spam Calls ઓળખવાનું કામ કરે છે, પરંતુ તે પૂરતું નથી.
આથી ગૂગલ આવા Spam Callsને ઓળખવાની સુવિધા પણ આપે છે, જે ડિફોલ્ટ હોય છે. આ માટે ગૂગલ તેની ગૂગલ વોઈસ સર્વિસમાં પણ મોટું અપડેટ કરી રહ્યું છે. આવો જાણીએ શું છે ગૂગલનું નવું ફીચર.
આ પણ વાંચો : Google રાખે છે તમારા પર સતત નજર : તરત બદલો મોબાઇલ ફોનનાં આ સેટિંગ્સ

આ અપડેટ Google Voice પર ઉપલબ્ધ થશે
ગૂગલનું નવું ફીચર Truecallerની જેમ જ કામ કરશે. તમે Truecallerમાં લગભગ તમામ કોલર્સની આઈડી જોઈ શકો છો, પરંતુ ગૂગલ તમને તેના ગૂગલ વોઈસ પર Spam Callsના કોલર્સ વિશે પણ માહિતી આપશે. આ ફીચર હેઠળ Spam Calls આવતાની સાથે જ ગૂગલ કોલરની સ્ક્રીન પર લાલ નિશાન ઉમેરશે. આમાં તમને શંકાસ્પદ સ્પામ કોલરની નોટિસ પણ મળશે.આ વિશે કંપનીએ ગુરુવારે એક પોસ્ટ કરીને માહિતી આપી છે.
કંપનીએ તેના બ્લોગમાં જણાવ્યું કે તેઓ અહીં પણ એ જ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકનો ઉપયોગ કરશે, જેનો ઉપયોગ સ્ટાન્ડર્ડ ફોન એપ માટે થાય છે. જો તમને કૉલ પર સ્પામ લેબલ દેખાય, તો તમે તેને દૂર પણ કરી શકો છો.
આ રીતે તમે ફિલ્ટરને કરી શકો છો બંધ
Google Voiceમાં સ્પામ કૉલને ઑટોમૅટિક રીતે ફિલ્ટર કરવાનો વિકલ્પ પણ છે. જો તમે ઇચ્છો, તો તમે આ સુવિધાને બંધ પણ કરી શકો છો. આ માટે તમારે Setting > Security > Fitter Spam પર જવું પડશે. ગૂગલની આ સુવિધા ખૂબ જ ઉપયોગી છે. આ Google Voice વપરાશકર્તાઓને સ્પામ કૉલ્સ સામે લડવામાં મદદ કરશે.