ટ્રેન્ડિંગમનોરંજન

તમને પણ વેબસિરીઝનો ચસ્કો છે? તો મફતમાં ડાઉનલોડ કરો આ APPS

ભારતમાં ટીવી, મુવીઝ અને ખાસ કરીને વેબસિરીઝના ચાહકોમાં મોટો ક્રેઝ જોવા મળતો હોય છે. મોટા ભાગે નવી સિરીઝ રીલીઝ થવાની લોકો રાહ જોતા હોય છે. કોઈ પણ મૂવી રીલીઝ થયા પહેલા જ લોકોમાં મૂવી વિશે ચર્ચાની શરુઆત થઇ જતી હોય છે. લોકો એક બીજા પાસેથી મૂવી અથવા સિરીઝ શેર કરતા જોવા મળતા હોય છે.

OTT પ્લેટફોર્મએ તમામ રેકોર્ડ તોડયા

એક એવો સમય હતો જ્યારે આખા ગામમાં એક જ ટીવી હતું, આખું ગામ સાથે મળી ફિલ્મ જોતા, પછી સમય બદલાતા થિયેટરનો ઉપયોગ વધતો ગયો. લોકોને થિયેટરમાં મૂવી જોવાની આદત લાગવા લાગી હતી. કોરોનાના સમયમાં લોકો પાસે બહાર જવાનો કોઈ ઉપાય ન હોવાથી OTT પ્લેટફોર્મ તરફ લોકો વળ્યા હતા. ત્યારથી લોકો વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર જોવાનું ચાલુ કર્યું હતું અને હવે ફાસ્ટ દુનિયામાં OTTનો ટ્રેન્ડ આવી ગયો છે .OTT પ્લેટફોર્મએ આ વખતે તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે.

જ્યારે ઓનલાઈન મૂવી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ (OTT)ની વાત આવે છે, ત્યારે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો બધાના ધ્યાનમાં ચડે છે. દર્શકોને હમેશા પોતાના મનગમતા પ્લેટફોમ પર ફ્રી મૂવી જોવાનું વધુ પસંદ કરતા હોય છે .આ બંને પ્લેટફોર્મ પર સામગ્રી ચૂકવણી કર્યા પછી જ માણી શકાય છે. તેથી લોકો પાસવર્ડથી નેટફ્લિક્સ શેર કરતા હોય છે કારણ કે મફત મૂવી અને ટીવી શો બંને OTT પર જોઈ શકાતા નથી. પરંતુ, શું તમે જાણો છો કે એવા ઘણા પ્લેટફોર્મ છે જેના પર સબ્સ્ક્રિપ્શન વગર તમે મૂવી, વેબ સિરીઝ અને ટીવી શોનો આનંદ માણી શકો છો અને એ પણ એક રૂપયો ચૂકવ્યા વગર તો આવો જાણીએ આ APP ના નામો..

મફત Movies અને Web Series જોવા આ લીસ્ટ માંથી એપ્સ ડાઉનલોડ કરો
1. MX Player
2. YouTube
3. JioCinema
4. Voot
5. Disney Plus Hotstar
6. Sony LIV
7. Zee5
8. Vi Movies and TV

MX Player

MX PLAYER પ્લેટફોર્મમાં 12 વિવિધ ભાષાઓમાં લગભગ 150,000 કલાકની સામગ્રી ઉપલબ્ધ છે. તમે MX પ્લેયર પર વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ, નોક નોક અને 24 કલાક માટે એકદમ ફ્રી હિટ હિન્દી ફિલ્મો અને શ્રેણીઓ જોઈ શકો છો.

YouTube

ઘર- ઘર વાપરવામાં આવતો આ APP એન્ડ્રોઇડ ફોન, આઇફોન, ટીવી, ફાયર ટીવી સ્ટિક અથવા ડેસ્કટોપ પર ચલાવી શકીએ છે, તેથી ભારતમાં સૌથી વધુ આ APPનો વપરાસ થાય છે. મોટા મોટા નિર્દેશકો પોતાની ફિલ્મો યુટ્યુબ પર અપલોડ કરતા હોય છે. તેથી તમે ફ્રીમાં યુટ્યુબથી મૂવી ડાઉનલોડ કરી સકો છો.

JioCinema

આ એપ્લિકેશન પર 100,000 કલાકથી વધુની મૂવીઝ, ટીવી શો અને વધુ ઑફર કરે છે. આ એપે Jio એ SunNXT, ErosNow, Voot, ALTBalaji, Shemaroo અને Playflix સાથે પણ ભાગીદારી કરી છે.

આના સિવાય પણ બીજા 7 એવા એપ છે જેમાંથી તમે ફ્રી મૂવીની મજા માણી શકો છે જેમાં Crunchyroll અને Samsung TV Plusનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ફોનમાં નેટવર્ક કે સિમ ના હોય તો ઇમરજન્સી કોલ કેવી રીતે થતો હોય છે?

Back to top button