નેશનલવિશેષ

તમે પણ છો તમાકુ કે ગુટખાના બંધાણી? આ રીતે છૂટશે વ્યસન

તમાકુના આરોગ્ય ઉપર થતાં ગંભીર પરિણામો અંગે જાગૃતિ આવે તે માટે દર વર્ષે 31મી મે ના રોજ ‘વિશ્વ તમાકુ નિષેધ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. તમાકુથી થતા રોગો અને મૃત્યુના વધતા આંકડાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. આ દિવસ પહેલીવાર 7 એપ્રિલ 1988ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ પછી, 31 મે 1988 ના રોજ WHOએ ઠરાવ પસાર કર્યા બાદ આ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તમાકુ બની શકે છે આ ગંભીર રોગોનું કારણ

તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે ફેફસાના રોગો, ક્ષય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે. એટલું જ નહીં, તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે.

તમાકું નિષેધ દિવસ-humdekhengenews

આ રીતે છૂટી શકે છે તમાકુનું વ્યસન

વ્યસનના ભોગી ન બનો, મક્કમ રહો

તમાકુનું અથવા તો કોઈપણ વ્યસન છોડવા માટે વ્યક્તિનું મન મક્કમ હોવું ખૂબ જ જરૂરી છે. જો મન મક્કમ હશે અને વ્યસન છોડવાનો દ્રઢ નિર્ધાર હશે તો તમાકુનું વ્યસન છોડવું સરળ બની જશે.

સેવન કરવાનું મન થાય ત્યારે પાણી પીઓ

જ્યારે પણ તમાકુનું સેવન કરવાનું મન થાય ત્યારે પુષ્કળ પાણી પીવાની આદત પાડો. ધીમે ધીમે તમાકુની તલબ ઓછી થશે. ફળો, વધુમાં વધુ શાકભાજી, કઠોળ આરોગો. સ્વસ્થ આહાર તમામ રોગો અને વ્યસનનો ઉપચાર બની શકે છે.

વ્યસન ભૂલો, વ્યાયામ કરો

નિયમિત કસરત કરવાથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ મળે છે. ચાલવા જવું, નિયમિત દોડવું, સાઇકલ ચલાવવી જેવી સરળ કસરત કરવાથી તમાકુના સેવનની લત ઓછી અને ધીમે ધીમે બંધ કરી શકાય છે. તમારા મગજને વધુને વધુ અન્ય દિશા તરફ વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો જેથી વ્યસનને ભૂલી શકાય.

ડોક્ટરની સલાહ અનુસરો

જો વ્યસન છોડવાનો દ્રઢ નિર્ધાર કરી જ લીધો હોય તો ડોક્ટરની સલાહ લઈ આગળ વધી શકો છો, ડોક્ટરની સલાહથી વ્યસન છોડવાની દવા શરૂ કરી શકાય છે. વ્યસન છોડવાની પ્રક્રિયા દરમ્યાન જો માથું દુખે અથવા ગળામાં બળતરા થાય, કે અન્ય કોઈ લક્ષણો જોવા મળે તો તે વ્યસનમુક્તિનો સંકેત હોઈ શકે છે. તમાકુ નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ ખરેખર તો આવા માદક પદાર્થોના નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યકતા છે.

 આ પણ વાંચો : ભારતમાં 30 ટકા કેન્સર તમાકુના સેવનથી થાય છે, અનોખી થીમ સાથે વર્લ્ડ નો ટોબેકો ડે પર જાગૃતિનો પ્રયાસ…

Back to top button