શું તમારે પણ છે સિંગલ ચાઇલ્ડ? તો આ ખાસ વાંચો, ઉછેરમાં આવશે કામ
- સિંગલ ચાઇલ્ડને લઇને અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે
- કોઇક કહે છે તે જિદ્દી થઇ જશે, તો કોઇક કહે છે તે એકલહુડા હોય છે
- સિંગલ ચાઇલ્ડના પેરેન્ટ્સે જાણવા જેવી છે કેટલીક અગત્યની વાતો
એકલા બાળકોને લઇને સમાજમાં અનેક પ્રકારની ખોટી માન્યતાઓ પ્રવર્તતી હોય છે. કેટલાક લોકોને લાગે છે કે એકલા બાળકો વધુ લાડ-પ્રેમના કારણે બગડી જશે તો કેટલાક એવું પણ માને છે કે આવા બાળકો સ્વભાવથી જિદ્દી થઇ જશે. ઘણી વખત જાત જાતની વાતો સાંભળીને સિંગલ ચાઇલ્ડના પેરેન્ટ્સ ચિંતાગ્રસ્ત બની જતા હોય છે. જો તમે પણ સિંગલ ચાઇલ્ડના પેરેન્ટ્સ છો તો જાણો એકલા બાળકોને લઇને કયા છે ફેમસ મિથ?
સિંગલ ચાઇલ્ડ માટે છે પાંચ કોમન ગેરમાન્યતાઓ
તેઓ એકલા પડી જાય છે
સિંગલ ચાઇલ્ડ હંમેશા જીવનમાં એકલા રહી જાય છે. સિંગલ ચાઇલ્ડ વિશે આ સૌથી કોમન વાત લોકોના મનમાં રહે છે. જ્યારે હકીકત એ છે કે થોડા સમય બાદ દરેક બાળકો ક્યારેક ને ક્યારેક તો લાઇફમાં એકલતાનો સામનો જરૂર કરે છે. તે એકલા હોય કે સિબલિંગ સાથે હોય. તમને પણ એકલતા અને એક જ બાળક વચ્ચેનો ફર્ક ખબર હોવી જોઇએ.
સ્વભાવથી ઉગ્ર હોય છે સિંગલ ચાઇલ્ડ
એ જરૂરી નથી કે દરેક સિંગલ બાળક પોતાના સ્વભાવથી ઉગ્ર જ હોય. બાળકના આ સ્વભાવ પાછળ તેનો ઉછેર જવાબદાર હોય છે. બાળક એક હોય કે વધુ તેને સંયમિત રહીને પોતાની વાત રજુ કરવાનું, બીજાનું સન્માન કરવાનું, શાલીનતાથી વ્યવહાર કરવાનું જેવા શિષ્ટાચાર જરૂર શીખવો.
પેરેન્ટ્સ પર રહે છે નિર્ભર
કેટલાક લોકોને લાગે છે કે સિંગલ ચાઇલ્ડ પોતાના પેરેન્ટ્સ પર જરૂરિયાત કરતા વધુ આધાર રાખે છે. ખાસ કરીને ઇમોશનલ અને ફિઝિકલ બંને બાબતો માટે. સાચી વાત તો એ છે કે જે બાળકો જાતે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે છે તે જલ્દી આત્મનિર્ભર બની જાય છે કેમકે તેમને ખ્યાલ છે કે તેમણે પોતાની સમસ્યાઓ સામે જાતે લડવાનું છે. આ લોકો પોતાના પેરેન્ટ્સ સાથે ભાવનાત્મક જોડાયેલા હોય છે, તેથી દરેક વાત માતા-પિતા સાથે શેર કરે છે.
મોડા થાય છે મેચ્યોર
ઘણી વખત લોકોને લાગે છે કે એકલા રહેતા બાળકોને મળતો લાડ-પ્રેમ તેમને લાંબા સમય સુધી મેચ્યોર બનાવતા નથી. જે બાળકો પોતાના ભાઇ-બહેન સાથે રહે છે તેઓ જલ્દી મેચ્યોર થાય છે, પરંતુ આ વાત ખોટી છે. મેચ્યોર થવાનું દરેક વ્યક્તિ પર જ નિર્ભર છે. ઘણી વખત ભાઇ-બહેન સાથે રહેતા બાળકો એકલા રહેતા બાળકોની જેમ જલ્દી મેચ્યોર થઇ શકતા નથી.
વધુ સંવેદનશીલ હોય છે
સિંગલ ચાઇલ્ડ અંગે એક વાત ફેમસ હોય છે. તેઓ કોઇ પણ વાતથી દુઃખી થઇ જાય છે. આ વાતમાં સત્યતા જરૂર છે કે સિંગલ ચાઇલ્ડને ભાઇઓ-બહેનો સાથે લડવાનો અનુભવ હોતો નથી. સિબલિંગ રાઇવરી જેવા અનોખા અનુભવથી દુર રહેવુ પડે છે. જે કારણે તેઓ એ વાતને મહેસુસ કરી શકતા નથી કે ઝઘડા પછી પણ પ્રેમ રહી શકે છે. જોકે તેની પોઝિટીવ સાઇડ જોઇએ તો ખ્યાલ આવે છે કે આવા બાળકો બીજાઓની ભાવનાનો હંમેશા ખ્યાલ રાખે છે.
આ પણ વાંચોઃ હિંદુઓ એક જ ગોત્રમાં કેમ લગ્ન કરતા નથી? શું છે તેની પાછળનું કારણ?