શું તમે પણ સોશિયલ મીડિયા એડિક્ટ છો? જાણી લો આ લક્ષણો પરથી
- અનેક રિસર્ચમાં ખુલાસો થઈ ચુક્યો છે કે વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમને માનસિક રીતે બીમાર બનાવી શકે છે અને સ્ટ્રેસમાં નાંખી શકે છે.
સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ આપણે રૂટિનમાં કરીએ છીએ, ઘણી વખત તેના ફાયદા પણ જોવા મળે છે, પરંતુ જો તમે સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવા માટે કરી રહ્યા હો તો તે ખતરાની નિશાની છે. અનેક રિસર્ચમાં ખુલાસો થઈ ચૂક્યો છે કે વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમને માનસિક રીતે બીમાર બનાવી શકે છે અને સ્ટ્રેસમાં નાંખી શકે છે. તે તમને ફિઝિકલી અનહેલ્ધી બનાવી શકે છે. જો તમે પણ આવું કંઈક કરી રહ્યા હો તો તમે પણ સોશિયલ મીડિયા એડિક્ટ છો.
કામ ટાળી રહ્યા હોવ
જો તમે સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાના કારણે રોજિંદા કામ ટાળી રહ્યા હો તો તમે સોશિયલ મીડિયાની લતનો શિકાર થઈ ચૂક્યા છો. તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આ સૌથી પહેલું લક્ષણ છે એ જાણવાનું કે તમે સોશિયલ મીડિયાની લતનો શિકાર છો.
દરેક સમયે ફોન લેતા હોવ
તમે જમી રહ્યા છો કે પછી મિત્રો સાથે હેંગઆઉટ કરી રહ્યા છો, પરંતુ આ સમયે પણ જો તમે સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરી રહ્યા હો તો તે એડિક્ટેડ હોવાની નિશાની છે.
સમસ્યાનું સમાધાન સોશિયલ મીડિયા પર શોધતા હોવ
લાઈફમાં કોઈ પણ પ્રોબલેમ આવે તો તમે તેનું સમાધાન સોશિયલ મીડિયા પર શોધી રહ્યા હો તો આ આદત છે તમારે ચેતવાની, કેમકે તમે 100 ટકા સોશિયલ મીડિયાની લતનો શિકાર થઈ ચુક્યા છો.
મનમાં બેચેની થતી હોય
જો તમારી પાસે મોબાઈલ અને સોશિયલ મીડિયા ન હોય અને તમારા મનમાં બેચેની જેવું થતું હોય તેમજ મુડ ખરાબ થવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હોય તો સમજજો કે તમે સોશિયલ મીડિયાની લતના શિકાર છો.
દરેક સમયે વિચારતા હોવ
મગજમાં દરેક વખતે સોશિયલ મીડિયા અંગેના વિચારો ચાલી રહ્યા હોય તો આ સોશિયલ મીડિયાની લતના લક્ષણો છે.
આ પણ વાંચોઃ સલમાન ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મની બનશે સિક્વલ