ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

આ ચીની પ્રજા માણસ છે કે પછી..? વર્ષે આટલા ટન સાપ ખાઈ જાય છે!

HD ન્યૂઝ ડેસ્ક, 4 ઓકટોબર, તમે ચીનના લોકોની ખાવાની આદતો વિશે તો સાંભળ્યું જ હશે. ત્યાંના લોકો કોઈપણ જીવને ખાવામાં શરમાતા નથી. કૂતરા અને સાપ તેમનું પ્રિય ભોજન છે. પરંતુ સાપ એક એવી પ્રજાતિ છે જેનું નામ સાંભળતાની સાથે જ લોકોના રૂવાટા ઊભા થઈ જતાં હોય છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં સાપથી ડરવાને બદલે તેઓ તેને પકવીને મસાલા નાખીને ખાય છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતના પાડોશી દેશ ચીનની. જેમાં લોકો લાખો સાપને ખાઈ જતાં હોય છે. ચીનમાં સાપનો વપરાશ એટલો વધારે છે કે દર વર્ષે લોકો હજારો ટન સાપ ખાય છે. ચાઈના વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એસોસિએશનના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચીનમાં લોકો એક વર્ષમાં 10 હજાર ટન સાપ ખાઈ જાય છે.

દુનિયામાં આવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક વિવિધ પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવે છે, તો અન્ય કોઈ અન્ય વસ્તુઓના ઉપયોગથી. ચીન આવી વાનગીઓ માટે પ્રખ્યાત છે. આ સિવાય ચીની લોકો સાપ પણ ખાય છે માનવામાં નહિ આવે પરંતુ આ સાચું છે અને હદ તો ત્યારે થઈ છે કે ચીનના લોકો એટલી હદે સાપ ખાઈ છે કે હવે સાપની પ્રજાતિ ઓછી થવા લાગી છે. સાપ ખાવાને લઈને ચીનમાં કરાયેલા સર્વેના રિપોર્ટના આધારે ચેતવણી આપવામાં આવી હતી કે ક્યાં વધુ સાપ ખાઈ રહ્યા છે. તે પ્રાંતોમાં સાપની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

વિશ્વના સૌથી ખતરનાક અને જીવલેણ પ્રાણીઓમાં સાપની પ્રથમ ગણતરી થાય છે. ચીનમાં સાપને મોટી સંખ્યામાં ખવાય છે. એક રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે ચીનના લોકો દર વર્ષે 10,000 ટનથી વધુ સાપ ખાય છે. સર્વે રિપોર્ટના આધારે ચાઈના વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એસોસિએશને લોકોને ચેતવણી આપી છે કે જે પ્રાંતોમાં લોકો મોટી માત્રામાં સાપ ખાઈ રહ્યા છે ત્યાં સાપની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે. દક્ષિણ ચીનના ગુઆંગડોંગની રેસ્ટોરાંમાં દરરોજ 20 ટન સાપ પકાવામાં અને રાંધવામાં આવે છે અને ખાવામાં આવે છે. દક્ષિણ ચીનના શાંઘાઈ અને ગુઆંગડોંગ પ્રાંતમાં લોકો ખાસ કરીને સાપનું માંસ ખાવાનું પસંદ કરે છે. એક સર્વે અનુસાર શાંઘાઈમાં 6,000થી વધુ રેસ્ટોરાં છે જ્યાં સાપ પીરસવામાં આવે છે. પિટ વાઇપર, કોબ્રા, મીઠા પાણીના સાપ અને દરિયાઈ સાપમાંથી બનાવેલી વાનગીઓ વધુ પસંદ કરવામાં આવે છે. આ ઢાબા અને રેસ્ટોરન્ટમાં વાર્ષિક 4,000 ટન જેટલા સાપ પીરસવામાં આવે છે. ચીનનું શાંઘાઈ સાપ સપ્લાય કરતું મુખ્ય શહેર છે. જે રેસ્ટોરન્ટને રોજના બે ટન સાપ પૂરા પાડે છે.

કોબ્રાનું માંસ 14 ડોલર પ્રતિ કિલોગ્રામમાં વેચાય છે
ચીનના લોકો પીટ વાઇપર, કોબ્રા, મીઠા પાણીના સાપ અને દરિયાઈ સાપને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. આ સાપ કિલોના આધારે વેચાય છે અને તમામ સાપ માટે અલગ-અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે, બજારમાં કોબ્રાની કિંમત 14 ડૉલર પ્રતિ કિલોગ્રામ છે અને પિટ વાઇપર 42 ડૉલર પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાય છે. શાંઘાઈમાં મોટાભાગના લોકો સાપ ખાય છે અને અહીં સાપનો પુરવઠો સૌથી વધુ છે. અહીંના રેસ્ટોરાંના મેનુમાં સાપને ડ્રેગન મીટ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો…રાશિદ ખાને કાબુલની લક્ઝરી હોટલમાં કર્યા નિકાહ: અનેક દિગ્ગજોની હાજરી, જૂઓ વીડિયો

Back to top button