શું તેજસ્વી અને કરન કુન્દ્રાએ લગ્ન કર્યા છે? જાણો શું છે હકીકત


કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે જેના કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કરન-તેજસ્વી પહેલાથી જ પરિણીત છે. ટીવીની સૌથી લોકપ્રિય જોડી છે. તેમની લવ સ્ટોરી બિગ બોસ 15 દરમિયાન શરૂ થઈ હતી. શોમાંથી બહાર આવ્યા બાદ તેમના સંબંધો દરેક પસાર થતા દિવસે વધુ મજબૂત થતા ગયા. ચાહકોને આ જોડી ખૂબ જ પસંદ છે અને ઈચ્છે છે કે બંને જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. પરંતુ હવે અફવા ફેલાઈ રહી છે કે કરન અને તેજસ્વીના લગ્ન થઈ ચૂક્યા છે.
વાસ્તવમાં, તેજસ્વી અને કરન તાજેતરમાં જ મુંબઈમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીને મળ્યા હતા. આ દરમિયાન ઇઝરાયલી કાઉન્સિલ જનરલે ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથેની એક તસવીર શેર કરી હતી અને તેના કેપ્શનમાં તેજસ્વીને કરનની પત્ની તરીકે લખ્યું હતું. કેપ્શનમાં લખ્યું છે કે, “કરન કુન્દ્રા એક સુંદર અભિનેતા હોવાની સાથે સાથે જેન્ટલમેન પણ છે.
View this post on Instagram
તેમની પત્ની તેજસ્વી પ્રકાશને મળીને પણ ઘણો આનંદ થયો. આ વાતે બધાનું ધ્યાન ખેંચ્યું અને લોકોને લાગી રહ્યું છે કે આ કપલ પહેલેથી જ પરિણીત છે.જ્યારે કરણે પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને લખ્યું, “અમને તમારા ઘરે આમંત્રણ આપવા બદલ આભાર! આ સાથે જ એક ચાહકે લખ્યું, “મિસિસ એન્ડ મિસ્ટર કરન કુન્દ્રા કો કિસી કી નજર ના લગે.” જ્યારે બીજાએ લખ્યું, “અમે આ પહેલાથી જ જાણતા હતા.”
આ પણ વાંચો : ‘ટાઈગર 3’ના સેટ પરથી કેટરિના કૈફના ડાન્સનો વીડિયો થયો લીક, ચાહકોએ કહ્યું માશાઅલ્લાહ 2.0