સમગ્ર દુનિયામાં ભવિષ્યવાણી કરનારા ઘણા લોકો છે. આમની ભવિષ્યવાણી ઘણીવાર સાચી સાબિત પણ થઈ જાય છે. જેમાં બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાનુ નામ સૌથી પહેલા આવે છે. બાબા વેંગાએ વર્ષ 2022 માટે ભયાવહ ભવિષ્યવાણીઓ કરી હતી. તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ગઈ છે એવામાં હવે લોકોને ડર છે કે જો તેમની અન્ય ભવિષ્યવાણીઓ સાચી થઈ ગઈ તો શુ થશે?
વધુ પડતી ભવિષ્યવાણી સાચી થઈ છે
બાબા વેંગાએ ચેરનોબિલ આપદા, સોવિયત સંઘનું વિઘટન અને રાજકુમારી ડાયનાના મૃત્યુ જેવી ઘણી ભવિષ્યવાણી કરી હતી જે સાચી પડી હતી. જો કે એમનું વર્ષ 1996માં નિધન થઈ ગયું છે પણ હજુ લોકો માને છે કે એમની ભવિષ્યવાણી હંમેશા સાચી પડે છે. વર્ષ 2022 માટે એમને ભવિષ્યવાણી કરી હતી
વર્ષ 2022 માટે બીજી શું ભવિષ્યવાણી હતી
આ સિવાય બાબા વેંગાએ કહ્યુ હતુ કે વર્ષ 2022માં લોકો પહેલા કરતા વધુ સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવશે. અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ વધી ગયો છે. તેમની આ ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. સાથે જ એમને એમ પણ ભવિષ્યવાણી કરી હતી કે એક મહામારી થશે જે એક જામેલા વાઇરસને કારણે થશે. સાથે જ એમણે એમ કહ્યું હતું કે આ વાઇરસ સાઇબેરિયામાં મળશે અને જળવાયુ પરિવર્તનને કારણે પેદા થશે. એનો મતલબ એમ છે કે કોવિડ-19 વાયરસ હાલ મહામારી ચાલે છે એના સિવાય વધુ એક મહામારી જન્મ લઈ શકે છે.
ધરતી પર આવશે એલિયન્સ
બાબા વેંગાએ આ ભવિષ્યવાણી ઉપરાંત એમ પણ કહ્યું હતું કે વર્ષ 2022માં ધરતી પર એલિયન્સ હુમલો કરશે અને સાથે જ આ વર્ષે ભયાનક પ્રાકૃતિક આપદા પણ આવશે. દુનિયાભરમાં ભૂકંપ અને સુનામી આવે તેવી સંભાવના પણ જતાવી હતી. જણાવી દઈએ કે બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો અને એમની વધુ પડતી ભવિષ્યવાણી સાચી પડી છે.