કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગનેશનલવિશેષ

શું કચ્છના સરહદી ગામો ‘હિન્દુ-મુક્ત’ થઈ રહ્યાં છે? જાણો ચોંકાવનારી સ્થિતિ વિશે

ભુજ, 29 જાન્યુઆરી, 2025: શું કચ્છના સરહદી ગામો ‘હિન્દુ-મુક્ત’ થઈ રહ્યાં છે? જે વિગતો જાણવા મળી છે ખરેખર ચિંતાજનક છે. મીડિયા અહેવાલ અનુસાર પાકિસ્તાનની સરહદે આવેલાં ગુજરાતના ગામડાઓમાં ડેમોગ્રાફી ઝડપથી બદલાઈ રહી છે. આ સરહદી વિસ્તારોનાં ગામડાંઓમાંથી હિન્દુઓથી ખાલી થઈ રહ્યા છે. આ ગામોમાં હવે માત્ર મુસ્લિમ પરિવારો જ રહે છે. ઘણાં ગામડાં એવાં છે જ્યાં હવે એક પણ હિન્દુ રહેતો નથી. ઘણાં ગામડાઓમાંથી હિન્દુઓ ઝડપથી સ્થળાંતર કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે સરહદી વિસ્તારોમાં સલામતીના ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં પાકિસ્તાન સરહદથી થોડા કિલોમીટર દૂર આવેલાં છ ગામો હિન્દુ-મુક્ત થઈ ગયાં છે, તેમ દૈનિક ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ગામોની મતદાર યાદીમાંથી પણ આ હકીકત પ્રકાશમાં આવી છે. ૧૭ ગામડાં એવાં છે જ્યાં હિન્દુ વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અહેવાલ મુજબ કચ્છના મોટા દિનારા ગામમાં હવે માત્ર એક જ હિન્દુ પરિવાર રહે છે. પહેલાં અહીં 30 હિન્દુ પરિવારો રહેતા હતા પરંતુ ધીમે ધીમે તે બધા સ્થળાંતર કરી ગયા છે. આ બધા પરિવારો ૫૦૦ વર્ષ જૂના મંદિર પાસે રહેતા હતા. આ પરિવારો અહીંથી નજીકના ગામડાઓમાં સ્થળાંતર કરીને ગયા છે જ્યાં મૂળભૂત સુવિધાઓ વધુ સારી હોય.

જાણવા મળ્યું છે કે પલાયન કરી ગયેલા આ હિન્દુઓ તેમનાં મૂળ ગામમાં માત્ર મંદિરમાં કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે જ પાછા આવે છે. 2001માં આવેલા ભૂકંપ પછી આમાંના ઘણા હિન્દુઓ વિસ્થાપિત થયા હતા. આ ગામથી દૂર તેમના માટે ઘર બનાવી આપવામાં આવ્યાં હતાં. હવે ત્યાં જ તેઓએ કાયમી વસવાટ કરી દીધો છે.

અખબારના પ્રતિનિધિએ તેના સંશોધન દરમિયાન મતદાર યાદીઓ પણ ચકાસી હતી. તેણે જે અહેવાલ આપ્યો તે અનુસાર સરહદી વિસ્તારના શેહ ગામમાં ફક્ત 8 હિન્દુ મતદારો છે જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા 152 છે. એ જ રીતે સુથારી ગામમાં થોડા વર્ષો પહેલા હિન્દુઓની વસ્તી 2500 હતી, જે હવે ઘટીને 1000 ની આસપાસ થઈ ગઈ છે. હિન્દુઓ ગામ છોડીને ગયા છે તો તેની સામે મુસ્લિમો બહારથી આવીને ત્યાં સ્થાયી થયા છે. લખપત અને કાનેર જેવા ગામડાઓના લોકો કામ કરવા માટે સુરત અને મુંબઈ ચાલ્યા ગયા છે.

કચ્છના હિન્દુ સંગઠનો સ્થળાંતરનો મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે. હિન્દુ સંગઠનો આ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક લોકોનો આક્ષેપ છે કે મુસ્લિમોએ ગામડાઓની બધી જમીનો પર કબજો કરી લીધો છે, જેમાં સરકારી જમીનનો પણ સમાવેશ થાય છે. આ સંદર્ભમાં પીએમ મોદીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. આ સંગઠનોની માંગ છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આ સ્થળની વસ્તી વિષયક સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થળાંતર બંધ કરાવવું જોઈએ.

આ પણ વાંચોઃ ગુજરાતની વ્હાલી દીકરીઓ માટે રાજ્ય સરકારે ખોલ્યો 3000 કરોડનો પટારોઃ જાણો પૂરી વિગત

આ પણ વાંચોઃ તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો નિર્ણય, જાણો ક્યાં સુધી નોંધણી થશે?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button