બાળકોને જંક ફુડની આદત છે? આ રીતે છોડાવો
- બાળકોને પહેલેથી ઘરનું જમવાની ટેવ પાડો
- બાળકોને આકર્ષક દેખાતી ડિશ ખવડાવો
- ઘરે તેમને બહારની ફિલિંગ આવે તેમ કરો
છેલ્લા ઘણા સમયથી આપણે જોઇ રહ્યા છીએ કે નાના મોટા કોઇને પણ લઇ લો. ઘરનું જમવાનું કોઇને ગમતુ જ નથી. બાળકોની ‘કંઇક સારુ જમવુ છે’ની જિદ ક્યારે તેમની ખરાબ આદતોમાં બદલાઇ જાય છે તે સમજાતુ નથી. આવા સંજોગોમાં તેમન બહારનું કે તળેલુ ખાવાનું મન થઇ જાય છે. આ સમયે બાળકો ન્યુટ્રિઅન્ટ્સ રિચ વસ્તુઓ અને હેલ્ધી વસ્તુઓને અવોઇડ કરે છે. જોકે આ આદત આરોગ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થાય છે. આ સાથે બાળકોમાં પોષક તત્વોની કમી આવે છે. કેટલીક સરળ ટિપ્સ છે જે અપનાવીને તમે બાળકોને જંકફુડથી દુર રાખી શકો છો.
ઘરે બનાવો ફેવરિટ ડિશ
બાળકોને જંકફુડની આદત છોડાવવા માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. બાળકોને તેમની ફેવરિટ ડિશ ઘરે જ બનાવીને આપો. બાળકો સામે હોમમેડ ડિશ પીરસશો તો તે ધીમે ધીમે ઘરનું જમવાનુ પસંદ કરવા લાગશે. આમ તો પિત્ઝા, બર્ગર જેવી વસ્તુઓ યોગ્ય નથી. પરંતુ તમે તે ઘરે બનાવશો તો આ વસ્તુઓમાં થોડા વેજીટેબલ્સ એડ કરી શકશો.
જમવાને બનાવો આકર્ષક
બાળકોને જમવાનું પીરસતી વખતે પ્રેઝન્ટેશનનું ખૂબ ધ્યાન રાખો. બાળકો સામે કંઇક ઇન્ટ્રેસ્ટિંગ પીરસશો તો તેઓ જરૂર ખાશે. આ માટે જરૂરી છે કે તમે જે પણ વસ્તુ બાળકો માટે બનાવો તેને સારી રીતે ડેકોરેટ કરીને તેમની સામે રાખો.
શરુઆતથી જ હેલ્ધી વસ્તુઓ ખવડાવો
બાળકોને જંક ફુડ ખાવાની આદતથી બચાવવા માટે ત્રણ-ચાર વર્ષની ઉંમરના બાળકોનું રુટિન ફિક્સ કરો. તેમને ટાઇમ પર જમાડી દેશો તો તેમને કંઇ આચરકૂચર ખાવાનું મન નહીં થાય. બહારનું જમવાનું શક્ય હોય તેટલુ ઓછુ આપો. આ રીતે જંક ફુડની આદત નહીં પડે અને ઘરનું જમવાનું કોઇ પણ નખરા કર્યા વગર જમી શકશે.
આ પણ વાંચોઃ બાગેશ્વર બાબા આજથી ગુજરાતમાં, જાણો 10 દિવસનો સમગ્ર કાર્યક્રમ