વિપુલ ચૌધરીની ધરપકડ કરાતા બનાસકાંઠામાં અર્બુદા સેના લાલઘૂમ
પાલનપુર: રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ ધરપકડ કરતા બનાસકાંઠામાં અર્બુદા સેના પણ લાલઘૂમ થઈ છે. અને થરાદ તેમજ ડીસામાં અર્બુદા સેનાના કાર્યકરોએ રેલી કાઢીને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાકીદે મુક્ત કરવા માટે માગણી કરી છે.
વિપુલ ચૌધરીની ધરપકડ કરાતા બનાસકાંઠામાં અર્બુદા સેના લાલઘૂમ
થરાદ- ડીસામાં આવેદનપત્ર આપી થોડી મુકવા માંગ કરી#tharad #vipulchaudhary #banaskantha #arbudasena #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/DOR5yiPbi1— Hum Dekhenge News (@humdekhengenews) September 16, 2022
થરાદ- ડીસામાં આવેદનપત્ર આપી થોડી મુકવા માંગ કરી
મહેસાણામાં સ્થાનિક રાજકારણમાં ગજગ્રાહ ચાલી રહ્યો છે. ત્યાં જ વિપુલ ચૌધરી સામે કથિત કૌભાંડને લઈને ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસ્થાનેથી ગુરુવારે એસીબીએ ધરપકડ કરી હતી. જેને લઈને અર્બુદા સેના દ્વારા તેનો ઠેર- ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે થરાદ અને ડીસામાં અર્બુદા સેનાના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી કાઢી હતી અને નાયબ કલેકટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપીને વિપુલ ચૌધરીની કરાયેલી ધરપકડનો વિરોધ કર્યો હતો. તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજનું રચનાત્મક કામ કરતા હતા.
આગામી દિવસોમાં તેઓ ચૂંટણી ના લડી શકે તે માટે તેમની સામે કિન્નનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવી છે. જો તેમને તાકીદે મુક્ત નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. જો કે થરાદમાં કાર્યકરોએ સરકારને આગામી દિવસોમાં પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી દીધી છે. આમ અર્બુદા સેનાના કાર્યકરો આકરા મૂડમાં જણાયા હતા.