અરબાઝ ખાનની રુમર્ડ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયા ગ્લેમરસ અંદાજમાં, એક એક તસવીર ઉડાવી દેશે હોશ
જોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાના પ્રયાસમાં છે પરંતુ તેને હજુ સુધી સફળતા નથી મળી. અરબાઝ ખાનની સાથે રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં જોવા મળે છે.
ફેમસ મોડલ જોર્જિયા એન્ડ્રિયાની હજુ સુધી એક પણ બોલિવૂડ ફિલ્મમાં જોવા નથી મળી પરંતુ તેની ચર્ચા કોઈ એક્ટ્રેસથી ઓછી નથી.
સોશિયલ મીડિયામાં જોર્જિયા એન્ડ્રિયાની ઘણી જ એક્ટિવ રહે છે. પોતાના સ્ટનિંગ અને ગ્લેમરસ ફોટો શેર કરીને તે હંમેશા ચર્ચામાં રહે છે.
જોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવાના પ્રયાસમાં છે, પરંતુ હજુ સુધી તેના હાથમાં એક પણ ફિલ્મ નથી આવી.
ફિલ્મોના મામલે તેનું નસીબ તેને સાથ નથી આપી રહ્યું. શ્રેયસ તલપડેની સાથે તેને ‘વેલકમ ટૂ બજરંગપુર’માં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ફ્લોર પર આવી જ નહીં.
પોતાના ફોટો-વીડિયો ઉપરાંત જોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાનની સાથે રિલેશનશિપના સમાચારોને લઈને ઘણી જ ચર્ચામાં રહે છે.
જોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ એક સાથે અનેક ઈવેન્ટ અને પાર્ટીમાં સ્પોટ થયા છે પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધને લઈને મીડિયા સાથે વાત નથી કરી.
જોર્જિયા એન્ડ્રિયાની બિકિનીમાં પણ પોતાના તમામ ફોટો શેર કરે છે. તેની ફિટનેસના લોકો દિવાના છે.