56 વર્ષની ઉંમરે ફરી પરણશે અરબાઝ ખાનઃ છ વર્ષ પહેલા થયા હતા છૂટાછેડા
- મલાઈકા અરોરા સાથેના છુટાછેડા અને મોડલ જ્યોર્જિયા સાથેના બ્રેકઅપ બાદ હવે ફરી એકવખત સલમાનના ભાઈ અરબાઝ ખાનને દુલ્હન મળી ગઈ છે.
ખાન પરિવારમાં ફરી શરણાઈઓ વાગવાની છે. એકબાજુ સલમાનને તેના લાયક કન્યા મળતી નથી, તો બીજી તરફ તેનો ભાઈ અરબાઝ એકવાર ફરી ઘોડે ચડવા તૈયાર થયો છે. મલાઈકા અરોરા સાથેના છુટાછેડા અને જ્યોર્જિયા સાથેના બ્રેકઅપ બાદ હવે ફરી એકવખત સલમાનના ભાઈને દુલ્હન મળી ગઈ છે. અરબાઝ ખાન 24 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ શૂરા ખાન સાથે નિકાહ કરશે. લગ્નની તારીખ ફાઈનલ છે. અરબાઝ ખાનના છ વર્ષ પહેલા મલાઈકા અરોરા સાથે છુટાછેડા થયા હતા.
કોણ છે શૂરા ખાન?
શૂરા બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન અને તેની પુત્રી રાશાની અંગત મેકઅપ આર્ટિસ્ટ છે. તે બોલિવુડના મોટા સેલિબ્રિટીઝ સાથે કામ કરે છે. ‘પટના શુક્લા’ ફિલ્મના સેટ પર અરબાઝ સાથે તેની મુલાકાત થઈ હતી. બંને એકબીજા માટે સિરિયસ છે અને હવે જલદી લગ્ન કરવા માગે છે. ટુંક સમયમાં શૂરા ખાન પરિવારની વહુ બનશે. જોકે આ લગ્નમાં માત્ર બંનેના પરિવારજનો જ સામેલ થશે.
જ્યોર્જિયા સાથે થયું હતુ બ્રેકઅપ
અરબાઝ અત્યાર સુધી મોડલ જ્યોર્જિયાને ડેટ કરતો હતો. જોકે, 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ થોડા સમય પહેલાં બ્રેકઅપ કર્યું હતું. જ્યોર્જિયાએ પણ તેના ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાતની પુષ્ટિ કરી ચુકી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતુ કે હું ઈચ્છતી ન હતી કે મને લોકો અરબાઝની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખે.
2017માં મલાઈકા સાથે લીધા હતા છુટાછેડા
અરબાઝે આ પહેલાં 1998માં મોડલ-એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો પુત્ર અરહાન ખાન છે. આ દિવસોમાં મલાઈકા ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
આ પણ વાંચોઃ સલમાન અને અભિષેક બચ્ચન આવ્યા આમને-સામને, એકબીજાને લગાવ્યા ગળે