અરબાઝ અને શૂરાના લગ્નને એક વર્ષ પુરૂં, વેડિંગ એનિવર્સરી પર અભિનેતાનો ખાસ મેસેજ
- અરબાઝ અને શૂરાના લગ્નને એક વર્ષ પુરૂં થઈ ચૂક્યું છે. આ બંનેએ એક વર્ષના સિક્રેટ ડેટિંગ પછી પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન ભૂતપૂર્વ પત્ની મલાઈકાથી છૂટાછેડા પછી તેના બીજા લગ્નમાં ખૂબ જ ખુશ ક્ષણો પસાર કરી રહ્યો છે. અરબાઝના સોશિયલ મીડિયા મેસેજ પરથી આ વાત સ્પષ્ટ થઈ રહી છે. ડિસેમ્બર 2023માં એક્ટર અરબાઝ ખાને બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. હવે તેમના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. લગ્નની પહેલી વર્ષગાંઠ પર અરબાઝે પત્ની શુરાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી.
લગ્ન બાદ અરબાઝ અને શુરા ઘણીવાર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પર પ્રેમ વરસાવે છે. લગ્નની પહેલી વર્ષગાંઠ પર અરબાઝે પત્નીને એક ખાસ સંદેશ આપ્યો અને બે સુંદર તસવીરો શેર કરી. અરબાઝે ઈન્સ્ટાગ્રામ પર શૂરા સાથેનો એક ફોટો શેર કરીને તેની લગ્નની વર્ષગાંઠ પર તેને શુભેચ્છા પાઠવતા પ્રેમનો વરસાદ કર્યો છે.
View this post on Instagram
અભિનેતાએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે, હેપ્પી એનિવર્સરી શૂરા. તમે મારા જીવનમાં જે ખુશી, હાસ્ય અને આનંદ લાવ્યા છો તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. ડેટિંગનું માત્ર એક વર્ષ અને પછી લગ્નનું એક વર્ષ અને હવે એવું લાગે છે કે હું તમને કેટલાય વર્ષોથી ઓળખું છું. તમારા બિનશરતી પ્રેમ, સમર્થન અને સંભાળ બદલ આભાર. તમને મળીને હું ખરેખર ધન્યતા અનુભવું છું.
અરબાઝ-શૂરાએ 1 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યાં હતાં
એક્ટર-પ્રોડ્યુસર અરબાઝ ખાને 24 ડિસેમ્બર 2023ના રોજ ફેમસ બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમનો લગ્ન સમારોહ બહેન અર્પિતા ખાનના ઘરે યોજાયો હતો, જેમાં સલમાન ખાનની સાથે સમગ્ર ખાન પરિવારે હાજરી આપી હતી. અરબાઝ અને શુરા એક વર્ષ કરતા વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે આ સંબંધ ક્યારેય દુનિયા સમક્ષ જાહેર થયો ન હતો. એક વર્ષના સિક્રેટ ડેટિંગ પછી બંનેએ લગ્ન કરી લીધા.
આ પણ વાંચોઃ ઑસ્કારમાં કેમ પહોંચ્યો એશ્વર્યા રાયનો 16 વર્ષ જૂનો આઈકૉનિક લહેંગો, કારણ જાણીને ખુશ થઈ જશો
આ પણ વાંચોઃ 5 દીકરી હોય તેવી ઈચ્છા, રેપર હની સિંહનું બીજા લગ્ન પર નિવેદન