ઉત્તર ગુજરાતગુજરાત

અરવલી: મોડાસામાં યોજાયો “બાળકોમાં અધ્યયનશીલતા દ્વારા મૂલ્યનિષ્ઠા” સેમિનાર

Text To Speech

પાલનપુર: નાના બાળકોમાં હાલની અનેક પ્રકારની પરિસ્થિતિઓમાં તનાવ વધતો જાય છે. ત્યારે વાલીઓ અને શિક્ષકોની ફરજ બની જાય છે કે સરળ માર્ગ અપનાવી નાના બાળકોને સહાનુભૂતિથી યોગ્ય રાહ પર ચલાવવા જરુરી છે. આ માટે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રએ વિશેષ સેમિનારનું આયોજન કર્યું. આ માટે હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય સ્થિત આ વિષયના નિષ્ણાંત લક્ષ્મીબેન લીંબડે મોડાસા આવી આ સેમિનારનું સંચાલન કર્યું.

મુખ્ય મહેમાન લક્ષ્મીબેન લીંબડના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ થયો. ગાયત્રી પરિવાર ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરિટભાઈ સોની, અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા તથા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ દ્વારા દેવ પૂજન કરવામાં આવ્યું. અરવિંદભાઈ કંસારાએ મંત્રોચ્ચાર તથા ગીતસંગીતથી વાતાવરણમાં દિવ્યતા ભરી. આ સમગ્ર આયોજન કરનાર કન્યા-કિશોર કૌશલ્યના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલે સૌનું સ્વાગત તેમજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો.

સેમિનાર-humdekhengenews

ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા દ્વારા શિક્ષકો અને વાલીઓ માટે ખાસ આયોજન કરાયું

આ સેમિનારમાં પ્રોજેક્ટર દ્વારા પ્રેઝન્ટેશન તેમજ જરુરી સાધનો , ચાર્ટ દ્વારા પ્રેક્ટિકલ સાથે નાના બાળકોને તનાવથી દૂર કરી અભ્યાસ ક્ષેત્રે ખૂબ જ સરળ અધ્યયનશીલતા તેમજ વ્યવહારિક જીવન માટે યોગ્ય રાહ ચિંધવા ઉપસ્થિત શિક્ષકો તથા વાલીઓને બે કલાક દરમિયાન લક્ષ્મીબેને ખૂબ ઝીણવટભરી જાણકારી આપી. છેલ્લે પ્રશ્નોત્તરીમાં ઉપસ્થિત વાલીઓ તેમજ શિક્ષકોએ પોતાની મુંઝવણોનું સમાધાન મેળવ્યું. કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના સમીરભાઈ પટેલે સૌની આભારવિધિ કરી સમાપન કર્યું.

આ કાર્યક્રમમાં વિશેષ અરવલ્લી જિલ્લા મહિલા સંયોજક અમિતાબેન પ્રજાપતિ, અરવલ્લી જિલ્લા યુવા સંયોજક ભાર્ગવભાઈ પ્રજાપતિ , તાલુકા સંયોજક સોમાભાઈ બારોટ, તાલુકા યુવા સંયોજક પ્રજ્ઞેશભાઈ કંસારા, રશ્મિભાઈ પંડ્યા,અમૃતભાઈ પટેલ સહિત શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ રુચિ ધરાવતા પ્રિન્સિપાલ સમીરભાઈ પટેલ સહિત અનેક શિક્ષકો ,વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો : ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટને લઈને મહત્વના સમાચાર, હવે યાત્રિકો કરી શકશે બેટ દ્વારકાના દર્શન

Back to top button