અરવલ્લી : સ્વચ્છતાના નારાઓથી ગુંજી ઉઠ્યું મોડાસા બસ સ્ટેશન
અરવલ્લી : જાહેર જગ્યાઓ પર મોટી ભીડ રહેતી હોય છે. સૌના સ્વાસ્થ્ય માટે તકેદારી પણ જરુરી છે. ત્યારે મોડાસા બસ સ્ટેશન ખાતે જન જન સૌ સ્વયં સ્વચ્છતા માટે જાગૃત થાય તેમ ઝુંબેશ ચલાવાઈ. સવારે દશ વાગે ગાયત્રી પરિવારના બહેનો ભાઈઓ, એસ. ટી. ના કર્મચારીઓ આ માટે અલગ અલગ પોસ્ટર , સદવાક્યો હાથમાં લઈ નારા બોલાવી સૌને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
આ જોઈ ઉપસ્થિત મુસાફરો પણ ઉત્સાહભેર જોડાયા. આખું વાતાવરણ સ્વચ્છતા તેમજ વ્યસનમુક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગાયત્રી પરિવારના સ્વયંસેવકોએ બસ સ્ટેશનમાં તેમજ બસોમાં જઈ સૌને વ્યક્તિગત મળીને સમજાવવા પ્રયાસ કર્યો. આ માટેની તેમજ વ્યસનમુક્તિ પુસ્તિકાઓ પણ વિના મુલ્યે વિતરણ કરી.
ઉદ્દેશ્ય હતો સૌ સ્વયં પોતાની નૈતિક ફરજ સમજી સ્વચ્છતાના હિમાયતી બને, વ્યસનોથી દૂર રહે. ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોએ સ્વયં બસ સ્ટેશનમાં પડેલ કચરો કાગળીયા વીણી કચરા પેટીમાં નાખી સૌને સ્વચ્છતા સંદેશ આપ્યો.બસ સ્ટેશનના ડેપો મેનેજર એચ.આર.પટેલે ઉપસ્થિત સૌ મુસાફરોને સ્વચ્છતા રાખવા સંદેશ આપ્યો.
આ પણ વાંચો : ચીખલીમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર હોટેલમાં ઘૂસી ગઈ, ત્રણ લોકો ઈજાગ્રસ્ત