અરવલ્લી: હિન્દુ નવ વર્ષ શુભારંભ પર મોડાસામાં ગાયત્રી પરિવારે મશાલયાત્રા સાથે કર્યો શંખનાદ
પાલનપુર: ચૈત્ર સુદ એકમ- ગુડી પડવો એટલે હિન્દુ નવ વર્ષનો આજથી પ્રારંભ. ચૈત્રી નવરાત્રિનો પણ શુભારંભ. આજ ગાયત્રી ચેતના કેન્દ્રના ભાઈઓ બહેનોએ આ નવ વર્ષ શુભારંભ નિમિત્તે મશાલ પ્રાગટ્ય અને શંખનાદ સાથે જન જાગૃતિ હેતુ મશાલયાત્રાનું આયોજન કર્યું.
ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ તેમજ પ્રાર્થના કરવામાં આવી
ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજ હિન્દુ નવ વર્ષ નિમિત્તે સૌના ઉજ્જવલ ભવિષ્ય માટે બપોરે 3 થી 5 બે કલાક ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ તેમજ પ્રાર્થના કરી.
ત્યારબાદ નવ વર્ષનો શંખનાદ કરવા મશાલયાત્રા કાઢવામાં આવી. પ્રમુખ ધર્માભાઈ પટેલે મશાલ પ્રગટાવી શુભારંભ કર્યો. આ શંખનાદ મશાલયાત્રા ગાયત્રી ચેતના કેન્દ્રથી નિકળી જયઘોષ તેમજ શંખનાદ કરતાં કરતાં માલપુર રોડ પરના સોસાયટી વિસ્તાર ફરી મોડાસા નગરપાલિકા સંચાલિત શ્રીરામ શર્મા આચાર્યજી- સ્વાસ્થ્ય ઉદ્યાન- (એક્યુપ્રેશર પાથ) ખાતે સ્થાપિત વિચાર ક્રાન્તિ મશાલ સુધી પહોંચી ત્યાં સમાપન કરવામાં આવેલ.
આ પણ વાંચો :કોરોનાના વધતા જતા કેસ વચ્ચે PM મોદીની સમીક્ષા બેઠક, સાવધાની અને તકેદારી રાખવાની આપી સલાહ