ઉત્તર ગુજરાતગુજરાત

અરવલ્લીઃ નવી ચાર ૧૦૮ એમ્બ્યુલન્સ લોકો માટે ખૂલ્લી મૂકતા અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર

મોડાસા, 5 ઑક્ટોબર, 2024: અરવલ્લી જિલ્લાને નવી ચાર 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જિલ્લામાં હાલ કાર્યરત 09 એમ્બ્યુલન્સ ઉપરાંત આ નવી ચાર 108નો ઉમેરો થવાથી નાગરિકોને વધુ સરળતાથી સેવા ઉપલબ્ધ થશે.

અરવલ્લી જિલ્લામાં ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમારના હસ્તે રીબીન કાપી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. કોઇ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલિન સ્થિતિમાં કોઇ પણ સ્થળે અને કોઇ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ કોઇ ના મોઢે એક જ નામ હોય છે અને તે છે ૧૦૮ એમ્બ્યુલન્સ.

અરવલ્લી જિલ્લામાં આ નવી ચાર એમ્બ્યુલન્સ સહિત કુલ 13 એમ્બ્યુલન્સ કાર્યરત છે. અગાઉની ચાર એમ્બ્યુલન્સ સરકારી ગાઈડ લાઈન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી ચાર નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ ચાર એમ્બ્યુલન્સ મોડાસા, મેઢાસણ, ભિલોડા અને તેનપુર ખાતે ફાળવવામાં આવેલી છે જેમાં બે એમ્બ્યુલન્સ ALS (Advance Life Support) અને બે એમ્બ્યુલન્સ BLS (Basic Life Support) છે.

જૂઓ વીડિયો…


આ 108 એમ્બ્યુલન્સ નવીન ટેકનોલોજીથી સુસજ્જ છે. જેમાં ઓક્સિજનની સુવિધા, AMBU Bag (મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા), Suction મશીન, Vital Kit, ત્રણ પ્રકારના સ્ટ્રેચર (Collapsible Stretcher, Zolly Stretcher & Scoop Stretcher), Immobilisation માટે સ્પાઈન બોર્ડ, હેડ બ્લોક, સર્વાઇકલ કોલર તથા Splints, પ્રાથમિક સારવાર માટેની 70 થી વધુ જરૂરી દવાઓ, વેન્ટિલેટર તથા મલ્ટી પેરામોનિટરની સુવિધા આપેલી છે.

આ સાથે એમ્બ્યુલન્સ માં Extrication ટુલ કીટ આપવામાં આવેલ છે જેનો ઉપયોગ ફસાયેલા વ્યક્તિઓને કાઢવા માટે કરી શકાય. એમ્બ્યુલન્સ GPS દ્વારા કનેક્ટેડ છે કે જેથી બને તેટલી ઝડપથી નજીકની એમ્બ્યુલન્સ દર્દીને મોકલી શકાય.

અરવલ્લિ જિલ્લાને મળી નવી એમ્બ્યુલન્સ - HDNews
અરવલ્લિ જિલ્લાને મળી નવી એમ્બ્યુલન્સ – ફોટોઃ માહિતી ખાતું

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, અધિક નિવાસી કલેકટર જસવંત જેગોડા, અરવલ્લી જિલ્લા ૧૦૮ના ઇમર્જન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગૌશાળા-પાંજરાપોળના ૨.૬૧ લાખ પશુઓ માટે આટલા કરોડની ચૂકવણી કરવામાં આવી

Back to top button