ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યની ભરમાર સાથે આ વખતે ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો

અરવલ્લી જિલ્લો અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે. શામળાજી એટલે કાળીયા ઠાકોરનું તીર્થધામ. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા તાલુકામાં ગુજરાતની સરહદને અડીને આવેલુ શામળાજી અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી વચ્ચે કુદરતી સુંદરતા ધરાવતુ અનોખું તીર્થધામ છે. શામળાજીમાં દર વર્ષે કાર્તિકી પૂનમ / દેવ દિવાળીએ ભવ્ય લોકમેળો ભરાય છે. આ ભવ્ય મેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે. જેમાં ભિલોડા, મોડાસા તથા બાયડ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Aravalli Aassembly Election

ભિલોડા બેઠક :

ભિલોડા વિધાનસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ચાલુ ધારાસભ્ય ડો અનિલ જોષીયરાના અવસાન બાદ આ બેઠક કબજે કરવા બંને પાર્ટીઓએ કમર કસી છે. ડો. અનિલ જોષીયરાના પુત્ર કેવલ જોષીયરા ભાજપમાં જોડાતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ આઇપીએસ પી સી બરંડાએ પણ દાવો કર્યો છે. જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ કનું મનાત, રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાના બહેન અને અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય નિલાબેન મોડિયા, રાજુભાઇ નિનામાં સહિતના દાવેદારોએ ટીકીટ માટે દાવો કર્યો છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ભિલોડા બેઠક મહત્વની પુરવાર થાય એમ છે.

Aravalli Aassembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના અનિલ જોશિયારાને 95799 મત મળ્યા હતા. તથા ભાજપના નીલાબેન હસમુખભાઈ મડીયાને 64256 મત મળ્યા હતા. જેમાં અનિલ જોશિયારા 31543 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ડૉ. અનિલ જોશિયારાને 95719 મત મળ્યા હતા. તથા ભાજપના પી.સી.બરંડાને 83302 મત મળ્યા હતા. જેમાં ડૉ. અનિલ જોશિયારા 12417 મતથી જીત્યા હતા. જેમાં ભિલોડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 159293 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 155107 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 314409 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

મોડાસા બેઠક:

આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM જેવા પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જેથી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધુ તેજ હિલચાલ જોવા મળશે. ખાસ કરીને લઘુમતીઓનું થોડુંઘણું પણ પ્રભુત્વ હોય તેવી બેઠકો પર અણધાર્યા પરિણામ આવી શકે છે. આજે અહીં આવી જ એક બેઠક મોડાસા વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી આપી છે.

Aravalli Aassembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોરને 88879 મત મળ્યા હતા. તથા ભાજપના પરમાર દિલીપસિંહજી વખાતસિંહજીને 66021 મત મળ્યા હતા. જેમાં રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર 22858 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહને 83411 મત મળ્યા હતા. તથા ભાજપના પરમાર ભીખુસિંહજી ચતુરસિંહજીને 81771 મત મળ્યા હતા. જેમાં ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ 1640 મતથી જીત્યા હતા. જેમાં મોડાસા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 137235 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132397 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 16 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 269648 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

બાયડ બેઠક:

બાયડ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર ગણાય છે. આ સાથે જ બાયડ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. બાયડ વિધાનસભામાં બે તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, જેમાં બાયડ તાલુકા પંચાયતમાં ભાજપ અને માલપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. બાયડ વિધાનસભામાં બાયડ નગરપાલિકાનો સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપ અને એનસીપીનુ ગઠબંધન શાસનમાં છે.

Aravalli Aassembly Election

વર્ષ 2012માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલાને 74646 મત મળ્યા હતા. તથા ભાજપના ઝાલા ઉદેસિંહ પૂજાજીને 38723 મત મળ્યા હતા. જેમાં મહેન્દ્રસિંહ વાઘેલા 35923 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઝાલા ધવલસિંહ નરેન્દ્રસિંહને 79556 મત મળ્યા હતા. તથા ભાજપના ચૌહાણ અદેસિંહ માનસિંહને 71655 મત મળ્યા હતા. જેમાં ઝાલા ધવલસિંહ 7901 મતથી જીત્યા હતા. જેમાં બાયડ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 125638 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 119918 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 245558 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button