અરવલ્લી જિલ્લો રામમયઃ ઠેરઠેર દિવાળી જેવો રોશનીનો જગમગાટ


- અરવલ્લીમાં અયોધ્યા મહોત્સવનો ઉત્સાહ રોશનીથી સજ્જ થયા અરવલ્લીના મંદિરો
અરવલ્લી, 21 જાન્યુઆરીઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે. 22મી જાન્યુઆરી સુધી તમામ ધાર્મિકસ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગો રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. મોડાસા સહિત તમામ તાલુકાઓમાં તડામાર તૈયારીઓને આખરીઓપ આપીને જિલ્લાના નાનામોટા ધાર્મિક મંદિરોમાં રોશની શણગાર કરવામાં આવ્યો છે.આગામી 22 અયોધ્યામાં ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાશે.

અરવલ્લીના અનેક મંદિરોને રોશનીથી ઝગમગાવવામાં આવી રહ્યા છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અને દરેક જન-જન માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અનેક પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈ શામળાજી મંદિરમાં શરૂ થઈ તૈયારીઓ, યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન રામની થીમ પર રંગોળી બનાવાઈ, મંદિર પરિસરમાં ભગવાન રામ ,લક્ષ્મણ અને શબરીની રંગોળી બનાવાઈ

શામળાજી આર્ટ્સ કોલેજ, DHSI કોલેજ તેમજ MSW કોલેજ ના વિર્ધાથીઓ એ રંગોળી બનાવી, 200 થી વધુ વિદ્યાર્થીઓએ આ રંગોળી બનાવી. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે અરવલ્લી જિલ્લો રામમય બન્યો છે. 22મી જાન્યુઆરી સુધી તમામ ધાર્મિકસ્થળો અને પાલિકા હસ્તકના જાહેર માર્ગોનો શણગાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિર માટે 11 રામ ભક્તોએ આપ્યા બલિદાન, જાણો કેવી રીતે ?