અરવલ્લી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેઘરજ ખાતે યોજાશે
અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મેઘરજ તાલુકાની પી.સી.એન હાઇસ્કૂલ, મેઘરજ ખાતે યોજાશે.
આ પણ વાંચો : પાલનપુર: ડીસામાં યુવા ભાજપ દ્વારા યોજાયેલ મેરેથોન દોડમાં ધારાસભ્ય સહિત યુવાનો દોડ્યા
આ બેઠકમાં મેઘરજ ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કરી કામગીરી ફાળવણી કરવામાં આવી હતી. મહાનુભવોની બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર: ડીસાના ડાવસ અને વિઠોદર ગામનો રોડ સાત મહિનાથી અધૂરો, લોકો ભોગવી રહ્યા છે હાલાકી
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત , અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર , જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, પુરવઠા અધિકારી દિપ્તી પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર, મોડાસા પ્રાંત તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.