એ.આર.રહેમાન અને મોહિની-ડેના લિંકઅપના સમાચાર, સિંગરના દીકરાએ આપ્યું આ રિએક્શન
મુંબઈ, 23 નવેમ્બર 2024 : જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એ.આર.રહેમાને લગ્નના લગભગ 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુને છૂટાછેડા આપી દીધા છે. છૂટાછેડાની જાહેરાત કર્યા પછી, રહેમાન સતત સમાચારોમાં રહે છે. આ સમાચારે રહેમાનના ચાહકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા. જ્યારે એઆર રહેમાને છૂટાછેડા લીધા હતા, થોડા કલાકો પછી તેમની ટીમના સભ્ય મોહિની ડેએ પણ તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર રહેમાન અને મોહિની વિશે અફવાઓ ઉડવા લાગી હતી. લોકોએ કહ્યું કે મોહિનીના કારણે એઆર રહેમાને તેની પત્નીને છૂટાછેડા આપ્યા હતા. હવે એઆર રહેમાનના પુત્ર અમીને આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
રહેમાને સ્ક્રીનશોટ શેર કર્યો
એઆર રહેમાનના પુત્ર અમીને તેના પિતા અને તેની મેનેજર મોહિની ડેનો એક ફોટો શેર કર્યો છે, જેના પર લખ્યું છે કે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી. આ સાથે અમીને એક લાંબી નોંધ લખીને આ સમાચારો પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
Follow this link to join OUR WhatsApp group:
લાંબી નોંધ લખી
અમીને લખ્યું, ‘મારા પિતા એક મહાન વ્યક્તિ છે, માત્ર તેમના અતુલ્ય યોગદાન માટે જ નહીં, પરંતુ ઘણા વર્ષોથી તેમણે જે મૂલ્યો, સન્માન અને પ્રેમ મેળવ્યા છે. ખોટી અને પાયાવિહોણી અફવાઓ ફેલાતી જોઈને નિરાશા થાય છે. કોઈના જીવન અને વારસા વિશે બોલતી વખતે આપણે બધાએ સત્ય અને આદરના મહત્ત્વને યાદ રાખવું જોઈએ. મહેરબાની કરીને આવી ખોટી માહિતી ફેલાવવાનું અથવા તેનો ભાગ બનવાનું ટાળો. તેમની ગરિમાની સાથે, અમારા બધા પર જે અસર પડે છે તેનુ પણ ધ્યાન રાખો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 3300 કરોડથી વધુ સંપત્તિ ધરાવતાં ભાજપના ઉમેદવાર હારશે કે જીતશે?
ઝારખંડમાં JMM ગઠબંધનને બહુમત, શરૂઆતમાં પાછળ રહ્યા બાદ કરી વાપસી