8 એપ્રિલનું સૂર્ય ગ્રહણ કઈ રાશિનું ટેન્શન વધારશે, કઈ રાશિને લાભ આપશે?
- ગ્રહણ દેશ અને દુનિયા પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. 8 એપ્રિલનું સૂર્ય ગ્રહણ કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થશે.
સૂર્ય ગ્રહણનું જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તેનું ખૂબ મહત્ત્વ છે. ગ્રહણ દેશ અને દુનિયા પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. જ્યારે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે આ સ્થિતિમાં સૂર્યની રોશની ધરતી પર પહોંચી શકતી નથી. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં. વર્ષનું પહેલું ગ્રહણ 8 એપ્રિલના રોજ લાગવાનું છે. 8 એપ્રિલનું સૂર્ય ગ્રહણ કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થશે. જાણો કઈ રાશિને કેવું ફળ મળશે?
મેષ રાશિ
આત્મવિશ્વાસમાં કમી રહેશે. સંયમિત રહેજો. શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપજો. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન કષ્ટમય હોઈ શકે છે. મિત્રોનો સહયોગ મળશે.
વૃષભ રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકશો, પરંતુ આત્મસંયમ રાખજો. નોકરીમાં પ્રમોશનના નવા માર્ગો ખુલી શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે. પરિશ્રમ વધુ રહેશે.
મિથુન રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, પરંતુ મન અશાંત થઈ શકે છે. આરોગ્ય પ્રત્યે સચેત રહેજો. પરિવારનો સાથ મળશે. વેપારમાં આવક વધી શકે છે.
કર્ક રાશિ
આત્મવિશ્વાસ વધશે. વાણીમાં મધુરતા આવશે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરજો. બિઝનેસમાં વ્યસ્તતા વધશે. ભાગદોડ વધુ રહેશે. આરોગ્યનું ધ્યાન રાખજો.
સિંહ રાશિ
મન પરેશાન રહી શકે છે. તમારી ભાવનાઓને કાબૂમાં રાખો. વાણીના પ્રભાવમાં વૃદ્ધિ થશે. વેપારના વિસ્તાર માટે પરિવારનો સહયોગ મળશે. આરોગ્ય પ્રત્યે સચેત રહેજો.
કન્યા રાશિ
મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહી શકશે, અતિ ઉત્સાહિ થવાથી બચો. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. સંપતિ આવકનું સાધન બની શકે છે.
તુલા રાશિ
મનમાં ચઢાવ ઉતાર રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં વધારો થશે. પરિવારના આરોગ્યનું ધ્યાન રાખો.
વૃશ્ચિક રાશિ
મન પ્રસન્ન રહેશે, ધૈર્યશીલતા જાળવી રાખજો. કોઈ પણ વેપારી મિત્રનું આગમન થઈ શકે છે. મિત્ર પાસેથી કોઈ નવા બિઝનેસનો પ્રસ્તાવ મળી શકે છે. પરિશ્રમ વધુ રહેશે.
ધન રાશિ
આત્મવિશ્વાસથી ભરપૂર રહી શકશો. મનમાં ચઢાવ ઉતાર આવી શકે છે. શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. નવી તકો મળશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે.
મકર રાશિ
આત્મવિશ્વાસમાં કમી રહેશે. મન પરેશાન રહેશે. ધીરજ જાળવી રાખજો. ધર્મ પ્રત્યે રસ વધશે. લેખન અને બૌદ્ધિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. મિત્રોનો સહયોગ મળશે.
આ પણ વાંચોઃ સૂર્ય ગ્રહણ આપી રહ્યું છે અનેક પ્રકારની ચેતવણી, સૂતક કાળ પણ જાણી લો