ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

એક્સને વિચૈટ બનાવશે એલોન મસ્ક? 2025માં શું-શું કરશે; સીઈઓએ કર્યોં ખુલાસો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) 2025માં પોતાને પૂરી રીતે બદલવાની તૈયારી કરી રહ્યું છે. Xના માલિક એલોન મસ્ક તેને ચીનની ‘WeChat’ જેવી એથિંગ એપ બનાવવા માંગે છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, કંપની નાણાકીય સેવાઓ માટે ‘X મની’ અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘X TV’ લોન્ચ કરશે. X CEO લિન્ડા યાક્રિનોએ આ વાતનો ખુલાસો કર્યો છે. યાકારિનોએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ટ્વિટર પર એક પોસ્ટમાં 2025 માટે કંપનીની યોજનાઓ જાહેર કરી. તેમણે કહ્યું કે આ નવી સેવાઓ યૂઝર્સને “અભૂતપૂર્વ રીતે” જોડશે.

એક્સ મની પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, પીઅર-ટુ-પીઅર ટ્રાન્ઝેક્શન અને ઈ-કોમર્સ સુવિધાઓ પ્રદાન કરશે. X TV એક પ્લેટફોર્મ હશે જે લાઈવ સ્પોર્ટ્સ અને અન્ય મીડિયા કન્ટેન્ટ માટે સ્ટ્રીમિંગ હબ બનશે. આ સાથે Xના AI ચેટબોટ ‘Grok’ને પણ સ્માર્ટ બનાવવામાં આવશે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં Xના રોકાણનો એક ભાગ છે, જે યૂઝર્સને વધુ સારો અનુભવ પ્રદાન કરશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

 

આ પણ વાંચો : પાકિસ્તાનીએ ગજબનું મગજ દોડાવ્યું, લાઈટો જતી રહી તો આ રીતનો જુગાડ અપનાવ્યો

Back to top button