ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી : દિવાળી દરમ્યાન અમદાવાદ શહેરમાં 177 આગની ઘટનાનાં કોલ મળ્યા
સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખુબ જ ઉત્સાહપૂર્વક સમાપ્ત થયો છે, દિવાળી દરમ્યાન અમદાવાદ શહેરમાં આગના બનાવો પણ બન્યાં હતાં, જેમાં અમદાવાદ શહેરમાં દિવાળીના તેહવારમાં ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ શહેરમાં ફાયર વિભાગને દિવાળીના તહેવાર પર આગની ઘટનાના લગભગ 177 જેટલાં કોલ મળ્યા હતા. ફાયર વિભાગને મળેલાં કોલમાંથી 28 કચરામાં આગ, 14 રહેણાંક જગ્યામાં, 9 દુકાનો અથવા અન્ય વ્યવસાયિક સંસ્થાઓમાં, 4 વેરહાઉસ અથવા ફેક્ટરીઓમાં અને 2 વાહનોમાં આગ લાગવાના બનાવો સામેલ હતા.
આ પણ વાંચો : દિવાળીની સાંજે અમદાવાદમાં 11 જગ્યાએ આગની ઘટના
ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી
અમદાવાદ શહેરમાં ફાયર વિભાગને દિવાળીના તહેવાર પર 177 આગની ઘટનાનાં કોલ મળ્યા હતા. જેમાં ફટાકડાના કારણે આગના બનાવના 93 જેટલા કોલ મળ્યા હતાં. આ ઘટનામાં ફાયર વિભાગના કંટ્રોલ સેન્ટરને અમદાવાદ શહેરના કાંકરીયા, સીટીએમ અને સારંગપુર ખાતેથી 3 મેજર કોલ પણ મળ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ આવ્યા હતા, ત્યાં જઈ ફાયર વિભાગે ગણતરીની કલાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ આગની ઘટનાના કોલ દિવાળી અને નવા વર્ષના દિવસે ફાયર વિભાગના કંટ્રોલ સેન્ટરને મળ્યા હતા
અગ્નિશામકો દિવાળીની ઉજવણી દરમિયાન કોલનો જવાબ આપવા માટે પહેલેથી જ સ્ટેન્ડબાય પર હતા. 24 ઑક્ટોબરના રોજ સવારે 6 વાગ્યાથી 25 ઑક્ટોબરના રોજ સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકથી વધુ સમયગાળામાં, અગ્નિશામકોને આગની બે મોટી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં એક ઘટનામાં સારંગપુરમાં એક કપડાની ફેક્ટરી અને વડોદરા એક્સપ્રેસ વે પરની એક દુકાનમાં આગ લાગી હતી તે ઘટનાઓ શામેલ છે.
સારંગપુર વિસ્તારમાં કપડાના વેરહાઉસમાં લાગી હતી આગ
સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે, AFESને સારંગપુર વિસ્તારમાં એક કપડાના વેરહાઉસમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જો કે, પરિસ્થિતિ અગાઉ વિચારવામાં આવી હતી તેના કરતાં પણ વધુ અનિશ્ચિત હોવાનું બહાર આવ્યું છે, કારણ કે સળગતા વેરહાઉસની ટોચ પર 11 મકાનો હતા. સવારે 2.20 વાગ્યાથી શરૂ થયેલી અને સવારે 7:20 વાગ્યે પૂરી થયેલી પાંચ કલાકની જહેમત બાદ ફાયરમેનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ભીષણ આગમાં છ મકાનો તેમજ વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
એક્સપ્રેસ વે પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં લાગી હતી આગ
બીજી મોટી આગની ઘટનાં સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે 12:46 વાગ્યે બની હતી. આ ઘટનાં કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ઘટી હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ સિલ્વર કમ્પ્લીટમાં આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયરમેનોને છ કલાક જેટલો સમય લાગ્યો હતો.
આ સિવાય અન્ય એક નાની, પણ અનોખી ઘટનામાં, AMCની માલિકીની અને સાબરમતી રિવરફ્રન્ટ પર પાર્ક કરેલી બોટમાં દેખીતી રીતે જ એક ફટાકડાના કારણે આગ લાગી હતી.