ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણુંક કરવામાં આવી છે. આજે આ ઉચ્ચ પદ ઉપર હાઇકોર્ટના જસ્ટીસ સોનિયાબેન ગોકાણીની વરણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનનાર સોનિયાબેન ગોકાણી પ્રથમ મહિલા બન્યા છે. તેઓ મૂળ જામનગરના વતની છે.
માત્ર 15 દિવસ જ ચીફ જસ્ટીસ તરીકે સેવા આપશે
સોનિયાબેન ગોકાણીની વરણી ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી છે. ત્યારે અહીં એક મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી રહી છે કે તેઓ આગામી 24મી ફેબ્રુઆરી સુધી જ આ પદ ઉપર બિરાજમાન રહેશે કારણકે તેઓ ત્યારબાદ નિવૃત્ત થવા જઈ રહ્યા છે એટલે કે તેઓ માત્ર 15 દિવસ સુધી જ આ પદ શોભાવશે.
અનેક ચુકાદાઓને લીધે ચર્ચામાં રહ્યા
ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ તરીકે નિમણુંક મેળવનાર સોનિયાબેન ગોકાણી અનેક સીમા ચિન્હ રૂપચુકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. ત્યારે આગામી 24મી ફેબ્રુઆરીના રોજ તેઓ જ્યારે વયનિવૃત થઈ રહ્યા છે ત્યારે તે પહેલાં આ મોટી ભેટ તેઓને મળી છે.