ટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમારની લોકપાલના સભ્ય તરીકે નિમણૂક

Text To Speech
  • સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એએમ ખાનવિલકરને અધ્યક્ષ બનાવાયા
  • રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિયુક્તિ

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી : રાષ્ટ્રપતિ ભવન તરફથી આજે એક પ્રેસ રીલીઝ કરવામાં આવી છે. જેમાં લોકપાલના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત કરાઈ છે. આ પ્રેસ રીલીઝમાં ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી IAS પંકજ કુમારને સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કે તેના અધ્યક્ષ તરીકેની જવાબદારી SC ના પૂર્વ ન્યાયાધીશને સોંપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રેસ રીલીઝ કરાઈ

મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એએમ ખાનવિલકરને મંગળવારે આગામી લોકપાલ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, જસ્ટિસ ખાનવિલકર નવા લોકપાલ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકર ખાનવિલકર જુલાઈ 2022માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.

કોને સભ્યો બનાવવામાં આવ્યા ?

રાષ્ટ્રપતિ ભવનના એક સંદેશા અનુસાર, રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ અને રિતુ રાજ અવસ્થીને પણ લોકપાલના ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાંત સુશીલ ચંદ્રા, પંકજ કુમાર અને અજય તિર્કીને ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલના બિન-ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Back to top button