એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે બંછાનિધિ પાનીની નિયુક્તિ

Text To Speech
  • એ.જે શાહે રાજીનામું આપતા મળી નવી જવાબદારી
  • શાહને નિવૃત્તિ બાદ અપાયું હતું એક્સેટેન્શન
  • પાંચમું એક્સટેન્શન પૂર્ણ થયા પહેલા આપ્યું હતું રાજીનામું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે IAS અધિકારી બંછાનિધિ પાનીની નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ આ પદ ઉપર એ.જે.શાહ જવાબદારી સંભાળતા હતા પરંતુ એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા. જો કે, રાજ્ય સરકાર દ્વારા પણ એ.જે શાહનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું.

વર્ષ 2016-17થી શાહ જ ચાર્જ સંભાળતા હતા

ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.

પાંચ-પાંચ વખત એક્સટેન્શન મળ્યા

મહત્વનું છે કે, શાહને પાંચ-પાંચ વખત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકેનું એક્સટેન્શન મળ્યું હતું પરંતુ પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

Back to top button