ગુજરાત

આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા

Text To Speech
  • ભરૂચ અનુભૂતિ ધામનું બી.કે.પ્રભાદીદી 48 વર્ષથી સંચાલન કરી રહ્યાં છે
  • વર્ષ 1975માં તેઓ ભરૂચ કેન્દ્ર પર આવ્યા હતા
  • 12 વર્ષની વયે જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરી સેવામાં સમર્પિત થઈ ગયા હતા

આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર તરીકે ભરૂચ બ્રહ્મકુમારી કેન્દ્રનાં પ્રભાદીદી નિમાયા છે. આજે ઝાડેશ્વર અનુભૂતિધમ ખાતે સન્માન સમારંભ યોજાશે. 59 વર્ષમાં બ્રહ્મકુમારીઝમાં ભરૂચ અને ભારતમાં અનેક સેવાકેન્દ્રો સંભાળ્યા હતા. તથા 59 વર્ષથી તેમની યાત્રામા હજારો લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદની હવા અશુદ્ધ બની, જાણો કયા વિસ્તારમાં ખતરનાક છે વાયુ પ્રદુષણ

ભરૂચ અનુભૂતિ ધામનું બી.કે.પ્રભાદીદી 48 વર્ષથી સંચાલન કરી રહ્યાં છે

ભરૂચ ઝાડેશ્વર સ્થિત બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે આજે ગુરૂવારે ભાઈબીજ તિલક ભોગ અને આબુ જ્ઞાનસરોવરમાં પ્રભાદીદીની ડિરેક્ટર તરીકે નિમણુંક થતાં તેઓનો સન્માન સમારંભ યોજાઈ રહ્યો છે. ભરૂચ અનુભૂતિ ધામનું બી.કે.પ્રભાદીદી 48 વર્ષથી સંચાલન કરી રહ્યાં છે. વર્ષ 1975માં તેઓ ભરૂચ કેન્દ્ર પર આવ્યા હતા. વર્ષ 1952માં ઉત્તરપ્રદેશના મેરઠમાં તેમનો જન્મ થયો હતો. જેઓનું નામ માતા-પિતાએ ચંદ્રપ્રભા રાખ્યું હતું. સિવિલ એન્જીનીયર પિતાની આંગળી પકડી તેઓ મેરઠમાં બ્રહ્મકુમારીઝ કેન્દ્રમાં જતા હોય 12 વર્ષની વયે જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરી સેવામાં સમર્પિત થઈ ગયા હતા.

સાંજે 5.30 કલાકે પ્રભાદીદીના સન્માન સમારોહ સાથે ભાઈબીજનું પર્વ ઉજવાશે

ધોરણ 10 સુધી અભ્યાસ કરેલાં પ્રભાદીદીએ સમર્પિત પદ, એજ્યુકેશનલ વિંગ ઝોનલ કો-ઓર્ડીનેટર બાદ ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તરીકે 49 સેવા બજાવી છે. ભરૂચ સબઝોનમાં 17 કેન્દ્રો, અનેક પાઠશાળા, શિબિરો યોજી અનેક લોકોને તણાવમુક્ત સાથે સકારાત્મક જીવન શૈલીની ભેટ આપી છે. 59 વર્ષથી તેમની યાત્રામા હજારો લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. પ્રભા દીદીની સેવા, સમર્પણ, યોગ્યતા, પવિત્રતા અને જ્ઞાનને ધ્યાને લઇ તેઓને માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર એકેડમી ફોર બેટર વર્લ્ડના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઝાડેશ્વર અનુભૂતિધમ ખાતે ગુરૂવારે સાંજે 5.30 કલાકે પ્રભાદીદીના સન્માન સમારોહ સાથે ભાઈબીજનું પર્વ ઉજવાશે.

Back to top button