ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

ગરમીમાં ટેલ્કમ પાવડર ખૂબ લગાવો છો? થોભો, પહેલા જાણી લો આ નુકસાન

Text To Speech
  • ગરમીમાં કેટલાક લોકો તો ટેલ્કમ પાવડર લગાવ્યા વગર ઘરની બહાર નીકળતા નથી. બાળકોથી લઈને મોટા સુધી ખૂબ જ પાવડર લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે રોજ પાવડર લગાવવો કેટલું હાનિકારક હોઈ શકે છે?

ગરમીની સીઝન તેની સાથે અનેક પરેશાનીઓ લઈને આવે છે. પરસેવો, ખરાબ સ્મેલ, ચીપચિપાહટ, અળાઈઓ અને બીજું ઘણું બધું. આવામાં સૌથી પહેલું સોલ્યુશન જે આપણા મગજમાં આવે છે તે છે ટેલ્કમ પાવડરનો ઉપયોગ. ગરમીમાં કેટલાક લોકો તો ટેલ્કમ પાવડર લગાવ્યા વગર ઘરની બહાર નીકળતા નથી. બાળકોથી લઈને મોટા સુધી ખૂબ જ પાવડર લગાવે છે, પરંતુ શું તમે જાણો છો કે રોજ પાવડર લગાવવો કેટલું હાનિકારક હોઈ શકે છે? આજે જાણો પાવડર લગાવવાના નુકસાન વિશે. તમે ફક્ત ખૂબ જરૂરી હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો અને તમારી હેલ્થનું ધ્યાન રાખો.

સ્કિન ઈન્ફેક્શનનો ખતરો

ઘણી વાર પરસેવાના કારણે વાસ કે ચીકાશથી બચવા માટે લોકો પોતાના શરીરે ખાસ કરીને અંડરઆર્મ્સ અને કમર પર પાવડર લગાવે છે. આમ કરવાથી પરસેવો તરત સુકાઈ જાય છે, પરંતુ સ્કિન ઈન્ફેક્શનનો ખતરો રહે છે. ટેલકમ પાવડરમાં સ્ટાર્ચ હોય છે, જે સ્કિન ઈન્ફેક્શનનો ખતરો વધારી શકે છે.

ગરમીમાં પાવડર ખૂબ લગાવો છો? થોભો, પહેલા જાણી લો આ નુકશાન hum dekhenge news

શ્વાસ લેવામાં તકલીફ

ગરમીની સીઝનમાં જો તમે વધુ પાવડર લગાવતા હો તો સાવધાન રહેવાની જરૂર છે. તેનાથી શ્વાસ સાથે જોડાયેલી પરેશાનીઓ પણ થઈ શકે છે. પાવડરના નાના કણો આપણા શ્વાસ દ્વારા શરીરની અંદર જાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ, ખાંસી અને બેચેની જેવી પરેશાનીઓ થાય છે. જે લોકોને પહેલેથી જ શ્વાસની તકલીફ હોય તેણે પાવડરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

વધી શકે છે કેન્સરનો ખતરો

તાજેતરમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ટેલકમ પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સરનો ખતરો પણ વધી જાય છે. માર્કેટમાં વેચાઈ રહેલા ટેલકમ પાવડર્સમાં એસ્બેસ્ટસ જેવા હાનિકારક પદાર્થ મળી આવે છે. જેનો રોજ ઉપયોગ કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે.

થાય છે રેસીઝની સમસ્યા

ટેલકમ પાવડર બારીક હોય છે. તેના કારણે સ્કિનના પોર્સ બંધ થવાનો ખતરો રહે છે. પરિણામે સ્કિન વધારે ડ્રાય અને બેજાન બની જાય છે. આવામાં સ્કિન રેસીઝની સમસ્યા થાય છે. જો તમને પહેલેથી જ સ્કીન રેસીઝની સમસ્યા હોય તો ટેલકમ પાવડર ભૂલેચૂકે ન લગાવો.

આ પણ વાંચોઃ કોલેસ્ટ્રોલથી દર વર્ષે મૃત્યુ પામે છે 44 લાખ લોકો, આટલું રાખો ધ્યાન

Back to top button