કાજલ લગાવવાથી આંખોને થાય છે આ અદભૂત ફાયદા
ઘણા લોકોનું માનવું છે કે કાજલ લગાવવાથી આંખોને નુકસાન થાય છે પણ આ વાત હકીકત નથી. તમને જાણીને નવાઈ લાગશે કે કાજલ લગાવવાથી આંખોને ફાયદા પણ થાય છે. હા એ વાત સત્ય છે કે આજકાલ બનતી કાજલમાં કેમિકલ ઉમેરવામાં આવતા આંખોને નુકસાન પહોચાડી શકે છે. પણ પ્યોર કાજલ આંખો માટે ફાયદા કારક છે. આંખોની સુંદરતા વધારવા માટે મહિલાઓ આંખોમાં કાજલ લગાવતી હોય છે. જેના કારણે આંખો મોટી અને સુંદર દેખાય છે તે સાથે જ આંખો ચમક પણ આપે છે. કાજલ લગાવવાના ઘણા ફાયદા પણ છે. જે માત્ર પ્યોર એટલેકે સારી કંપનીની કાજલનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદા કારક શાબિત થશે.
ત્યારે જાણીએ કાજલથી થતા ફાયદા
1. આંખોનું તેજ વધારે
આંખોમાં કાજલ લગાવવાથી આંખો ચમકવા લાગે છે તેમજ જે લોકો આંખોની ચમક વધારવા માંગતા હોય તેમણે કાજલ અવશ્ય લગાવવી જોઇએ. તે સાથે કાજલ આંખોને સુંદર દેખાવ પણ આપે છે.
2. આંખોમાં થતી એલર્જી ઓછી કરે છે
કાજલ આંખોમાં થતી એલર્જીમા રાહતલ આપે છે એટલે કે કાજલના કારણે આંખોમાં કોઈ એલર્જી થઈ હોય તો તે જલદી મટી જાય છે અને આંખોની આસપાસ થતો સોજો પણ ઉતરી જાય છે. તેમજ આયુર્વેદિક કાજલ ઘણી ફાયદા કારક હોય છે
3.આંખોને સૂર્યથી રક્ષણ આપે
સૂર્યપ્રકાશના કારણે થતી સમસ્યાઓમા કાજલ ઘણી ફાયદા કારક સાબિત થઈ શકે છે. જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યો હોવ તો આંખોમાં કાજલ લગાવી સનગ્લાસ પહેરી લેવા જોઈએ. તેમજ નિયમિત પણે પણ તમે કાજલ લગાવી શકો છો
4. આંખોનો દુ:ખાવો ઓછો થાય છે.
આંખોંમા કાજલ લગાવવાને કારણે આંખોમા કોઈ પ્રકારનો દુખાવો થતો હોય તો તેમાં રાહત મળે છે તેમજ આંખોને ઠંડક આપે છે
5. આંખોમાં તાજગી આપે છે
આંખોમાં કાજલ લગાવવાથી ઠંડકનો એહસાસ થાય છે તેમજ તાજગી અનુભવાય છે. જેને લગાવ્યા પછી ફ્રેશનેસનો પણ એહસાસ થાય છે.