ગણેશજીને રાશિ અનુસાર લગાવો આ ભોગઃ બાપ્પા હરશે તમામ વિધ્નો
- રાશિ અનુસાર ગણપતિ બાપ્પાને ભોગ લગાવવાથી તમને જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને કરિયરમાં પણ સફળતા મળે છે. મિથુન રાશિના લોકો ભગવાન ગણેશની બુંદીના લાડુનો ભોગ લગાવી શકે છે જાણો અન્ય રાશિઓ વિશે
ગણેશોત્સવના 10 દિસ સુધી ખૂબ જ ધૂમ ધામથી બાપ્પાની ઉપાસના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દસ દિવસ સુધી જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ગણેશજીનું ચિંતન-મનન કરે છે, તેની તમામ મુશ્કેલીઓ બાપ્પા હરી લે છે. તે વ્યક્તિના ઘરમાં રિદ્ધિ સિધ્ધિના દેવતા વાસ કરે છે. રાશિ અનુસાર ગણપતિ બાપ્પાને ભોગ લગાવવાથી તમને જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને કરિયરમાં પણ સફળતા મળે છે. તમે રાશિ અનુસાર ગણેશજીને ભોગ લગાવી શકો છો.
ગણેશજીનો પ્રસાદ
મેષ રાશિ
મેષ રાશિના લોકો ભગવાન ગણેશની મોદકનો ભોગ લગાવે
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો ગણેશજીનો આશીર્વાદ મેળવવા માટે કેળાનો ભોગ લગાવી શકે છે
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો ભગવાન ગણેશની બુંદીના લાડુનો ભોગ લગાવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીને નારિયેળનો ભોગ લગાવે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો ભગવાન શ્રી ગણેશને કેસર વાળી ખીરનો ભોગ લગાવે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો ભગવાન ગણેશને ગોળમાં ઘી મેળવીને ભોગ લગાવે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે પ્રભુને માલપુઆનો ભોગ લગાવે
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના લોકો ભગવાન ગણેશને બેસનના લાડુનો ભોગ લગાવે
ધન રાશિ
ધન રાશિના લોકો ગણેશજીને પંચ મેવાનો ભોગ લગાવે
મકર રાશિ
ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકો પ્રભુને રસમલાઇનો ભોગ લગાવે
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો ભગવાન ગણેશને મોદક અને ખીરનો ભોગ લગાવે.
મીન રાશિ
ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે મીન રાશિના લોકો મેવાના હલવાનો ભોગ લગાવે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત, પરિવાર સાથે પહોંચ્યા રાજ ઠાકરે