22 વર્ષની ઉંમરે નોકરી માટે કરેલી અરજીનો 48 વર્ષ બાદ મળ્યો જવાબ! જાણો સમગ્ર ઘટના
નવી દિલ્હી, 12 ઓક્ટોબર: દાગ દેહલવીના શેરમાં એક પંક્તિ છે – ‘બહુત દેર કી મહેરબાન આતે-આતે’. તેનો અર્થ એ છે કે હવે આવવાનો શું ફાયદો, જ્યારે આવવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. સ્વાભાવિક રીતે, આ શેર કોઈ વ્યક્તિની રાહ જોવાની પીડાને વર્ણવે છે, પરંતુ અહીં વાત છે એક નોકરીની અરજીની, જેનો જવાબ મળતા 48 વર્ષ લાગ્યાં.
કલ્પના કરો, રાહ જોનારની કેટલી વસંત, કેટલી પાનખર અને કેટલી લાંબી રાતો એ રાહ જોવામાં જ વીતી ગઈ, અને આખરે જવાબ આવ્યો ત્યારે આ રાહ જોવાનો કોઈ અર્થ જ ન રહ્યો.
48 વર્ષ પછી મળ્યો જવાબ, જાણો આખી વાત
આ સ્ટોરી છે ઈંગ્લેન્ડની એક મહિલા ટિઝી હોડ્સની, જેમણે પોતાની યુવાનીમાં નોકરી માટે અરજી કરી હતી. તે ઘણા દિવસો સુધી તે જવાબની રાહ જોતી રહી, તેને આશા હતી કે તેને આ નોકરી મળી જશે, પરંતુ એવું ન થયું. હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગઈ છે, ત્યારે તેણીને આ નોકરીની અરજીનો જવાબ મળ્યો છે. તેણીએ જ્યારે તે પત્ર વાંચ્યો ત્યારે આખું સત્ય બહાર આવી ગયું અને 48 વર્ષ બાદ તેણીને ખબર પડી કે તેની અરજીનો જવાબ આવવામાં આટલો વિલંબ કેમ લાગ્યો
70 વર્ષની ઉંમરે મળ્યું અધૂરું સપનું
અહેવાલ મુજબ, ટિઝી હોડસ હવે 70 વર્ષની થઈ ગઈ છે. તેણી ઇંગ્લેન્ડના લિંકનશાયરના ગેડની હિલમાં રહે છે. તાજેતરમાં તેમની પાસે પોસ્ટ દ્વારા એક પરબિડીયું આવ્યું હતું. તે ખોલતાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ. પરબિડીયુંની અંદર એ જ અરજી હતી જે તેણે 48 વર્ષ પહેલા નોકરી માટે મોકલી હતી. હકીકતમાં, ટિઝી એક સ્ટંટવુમન હતી. 1976માં, તેણી મોટરસાયકલ સ્ટંટ રાઇડર બનવા માંગતી હતી અને જાન્યુઆરી 1976માં આ જ નોકરી માટે અરજી કરી હતી.
પોસ્ટ ઓફિસની ભૂલ, જે 50 વર્ષ બાદ બહાર આવી
પત્ર પર લખવામાં આવ્યું હતું કે, આ પત્ર પોસ્ટ ઓફિસમાં એક ડ્રોઅરની પાછળ અટવાયેલો હતો, જેના કારણે તેને પહોંચાડી શકાયો નહીં. લગભગ 50 વર્ષના વિલંબ બાદ હવે આ પરબિડીયું પરત કરવામાં આવી રહ્યું છે.
કારકિર્દીને અસર થઈ નહીં, પરંતુ પ્રશ્નો રહ્યા
પોસ્ટ ઓફિસની આ ભૂલ હોવા છતાં તેની કારકિર્દી પર કોઈ અસર થઈ નથી. તેણીએ પોતાના જીવનમાં ઘણા બાઇક સ્ટંટ કર્યા અને નામ કમાણી. 50થી વધુ વખત ઘર બદલ્યું, 4-5 વખત દેશ બદલ્યા, પરંતુ તે હંમેશા વિચારતી રહી કે તેને જવાબ કેમ ન મળ્યો. નવાઈની વાત એ છે કે, આટલા વર્ષો અને આટલા બધા સ્થળ બદલ્યા પછી પણ ટપાલ વિભાગે તેને શોધી કાઢી.
આ પણ જૂઓ: દુનિયાની આ જમીન પર કોઈ દેશનો નથી કબજો, કોઈપણ જઈને બની શકે છે PM