ઉત્તર ગુજરાતકૃષિખેતીગુજરાતયુટિલીટી

દાંતીવાડા જળાશયમાંથી પાણી મેળવવા માગતા બાગાયતદારો પાસેથી અરજી મંગાવાઈ

Text To Speech

પાટણ, 4 એપ્રિલ, 2024: દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, સને ૨૦૨૩-૨૪ (૨૦૨૪) ની ઉનાળુ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે 3000 હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવેલું હોઈ પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમૂના ફોર્મ-૭માં જરૂરી વિગત દર્શાવી તેમના વિસ્તારના સેકશનલ ઓફીસર/કારકુનોને રૂબરૂમાં તા.૧૫/૦૪/૨૦૨૪ સુધીમાં પહોંચાડવા વિનંતી છે.

અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતર સિંચાઇ પિયાવો પૂરેપૂરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહીં. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ. 332.10 તથા 20 ટકા લોકલફંડ રૂ.66.42 કુલ મળી કુલ રૂ.398.52 પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે.

કાર્યપાલક ઇજનેર, ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ઉપર પ્રમાણે અરજી આપી પાણીનો પાસ મેળવી લેવો, પાણીના પાસ સિવાય પાણી આપવામાં આવશે નહીં. ઉપરાંત ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે.

આ પણ વાંચોઃ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું

Back to top button