ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

એરફોર્સમાં અગ્નિવીર વાયુની ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી?

Text To Speech
  • ભારતીય વાયુસેનામાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વની માહિતી
  • ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને નોંધણી કરાવી શકશે

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: ભારતીય વાયુસેનામાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ભારતીય વાયુસેના દ્વારા આજે એટલે કે 17 જાન્યુઆરીથી IAF અગ્નિવીર વાયુની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અરજીની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર શરૂ કરવામાં આવી છે.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

સતાવાર સૂચનામાં આપવામાં આવેલી વિગતો અનુસાર, ઉમેદવારો આ ભરતી માટે 6 ફેબ્રુઆરી 2024 સુધી અરજી કરી શકશે, જે આ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે.

અરજી ફી કેટલી રાખવામાં આવી છે ?

અગ્નિવીર વાયુ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ 550 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. તે ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ ગેટવે દ્વારા ચૂકવણી કરી શકાય છે.

અરજી કરવાની વય મર્યાદા કેટલી હોવી જરૂરી ?

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર સાડા સત્તર વર્ષ અને મહત્તમ ઉંમર 21 વર્ષ હોવી જરૂરી છે.

ઉમેદવારની પસંદગી કેવી રીતે કરવામાં આવશે ?

આ ભરતીમાં પસંદગીના ત્રણ તબક્કા છે. જેમાં

  • તબક્કો 1- કમ્પ્યુટર આધારિત ટેસ્ટ\COMPUTER BASE TEST (CBT)
  • તબક્કો 2- શારીરિક ફિટનેસ ટેસ્ટ\PHYSICAL FITNESS TEST (PFT)
  • તબક્કો 3- અનુકૂલનક્ષમતા પરીક્ષણ અને તબીબી પરીક્ષણ

આ ત્રણ તબબક્કાને આધારે ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર વાયુની પસંદગી કરવામાં આવશે. આ ઉમેદવારને આ ત્રણેય તબક્કા પાસ કરવા જરૂરી છે.

આ પણ જુઓ :સેના દિવસ : જાણો ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કેવી રીતે નિયુક્ત થયા હતા

Back to top button