ગુજરાતમાં BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા
- 6000 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં
- ભૂપેન્દ્ર ઝાલાએ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી
- અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામની અરજી ફગાવી હતી
ગુજરાતમાં BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા હવાતિયા મારી રહ્યો છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાએ હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી કરી છે. BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે.
અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભૂપેન્દ્રસિંહની આગોતરા જામની અરજી ફગાવી હતી
આ કેસમાં અનેક આરોપીઓ પકડાયા છે, જ્યારે કેટલાક ફરાર છે. જેમાં મુખ્ય આરોપી અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભૂપેન્દ્રએ ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. હાઈકોર્ટે અરજી ગ્રાહ્ય રાખી આગામી દિવસોમાં સુનાવણી નિર્ધારિત કરી છે. અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભૂપેન્દ્રસિંહની આગોતરા જામની અરજી ફગાવી હતી.
સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપી હતી
ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્રસિંહની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે સીઆઈડી ક્રાઈમને કૌભાંડનો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો તેવા કેટલાક ધારદાર સવાલો કર્યા હતા. જેની સામે સરકારી વકિલે જવાબ આપ્યો હતો કે, આ કેસની તપાસ ચાલુ છે, અત્યાર સુધી 300 કરોડ રૂપિયાથી વધુના આર્થિક વ્યવહાર-રોકાણની માહિતી મળી છે. સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે જાણો કયા કરી માવઠાની આગાહી